આ વખતે મકર સંક્રાંતિના તહેવારે કરો રાશિ અનુસાર દાન, લક્ષ્મીજીની કૃપા હંમેશા રહેશે

Uncategorized

મકર સંક્રાંતિનો તહેવાર હિન્દૂ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ પર્વ 14 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મકરસંક્રાંતિના તહેવારનું ખૂબ જ મહત્વ છે. નવગ્રહોનો રાશિપરિવર્તન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્રહોના સંક્રમણ પર આધારિત ઘણા મુહૂર્ત અને જ્યોતિષીય ગણતરીઓ કરવામાં આવે છે.”મકરસંક્રાંતિ” (Makar Sankranti )ઉત્તરાયણ જેવા નામથી જાણીતી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનો રાજા સૂર્ય નારાયણ જ્યારે મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે ત્યારે “મકરસંક્રાંતિ” થાય છે.

આ વખતે 14 જાન્યુઆરી 2022 માં મકરરાશિસંક્રાંતિનો (Makar Sankranti )તહેવારઉજવવામાં આવશે આ દિવસે નવગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ બદલીશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ આખા દેશમાં મકરરાશિસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસને નવા ફળ અને નવી ઋતુના આગમન માટે મનાવવામાં આવે છે. જ્યારે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુ ગંગા અને અન્ય પાવન નદી કિનારે સ્નાન અને દાન, ધર્મ કરે છે.

મકર સંક્રાંતિના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ જો તમે તમારી રાશિ પ્રમાણે ઉપયુક્ત દાન કરશો તો તે ઉત્તમ લેખાશે. રાશિ અનુસાર કરો દાન.

જ્યોતિષ શાસ્ત્રમુજબ રાશિ મુજબ દાન કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થશે. તમે પણ જાણો મકર સંક્રાંતિના દિવસે રાશિ મુજબ શુ દાન કરશો..

મેષ રાશિ
મેષ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકો મકર સંક્રાતિના દિવસે કપડા અને તલનું દાન કરે તો તરત જ મનોકામના પુર્ણ થઈ શકે છે.

વૃષભ રાશિ
આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો મકર સંક્રાતિના દિવસે ઉનના વસ્ત્ર અને તલનુ દાન કરે તો શુભ રહેશે.

મિથુન રાશિ
આ રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના લોકો જો મકર સંક્રાંતિ ના દિવસે તલ અને ગરમ કપડાનુ દાન કરે તો ખૂબ સારુ રહે છે.

કર્ક રાશિ
આ રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકો માટે મકર સંક્રાતિ પર તલ.સાબુદાણા અને ઉનનુ દાન કરવુ શુભ ફળ આપશે.

સિંહ રાશિ જ્યોતિષ મુજબ સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે.
મકર સંક્રાંતિના દિવસે આ રાશિના લોકો તલ અને વસ્ત્રદાનની પોતાની ક્ષમતાનુસાર દાન કરે.

કન્યા રાશિ
આ રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના લોકો મકર સંક્રાંતિના દિવસે તલ. કંબલ. તેલ. અડદ દાળનુ દાન કરો.

તુલા રાશિ
જ્યોતિષ મુજબ આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો તેલ. કપાસ. વસ્ત્ર. રાઈ. અન્નનુ દાન કરો.

વૃશ્ચિક રાશિ
આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકો ગરીબોને ચોખા અને દાળની કાચી ખિચડી દાન કરો સાથે જ પોતાની ક્ષમતા મુજબ ધાબળો આપો.

ધન રાશિ
આ રાશિનો સ્વામી ગુરૂ છે. આ રાશિના લોકો મકર સંક્રાંતિના દિવસે તલ અને ચણાની દાળનુ દાન કરો તો વિશેષ લાભ થવાની શક્યતા બને છે.

મકર રાશિ
આ રાશિનો સ્વામી શનિ છે. આ લોકો મકર સંક્રાંતિના દિવસે તેલ. તલ. ધાબળો અને પુસ્તકોનુ દાન કરે તો તેમની દરેક મનોકામના પુર્ણ થઈ શકે છે.

કુંભ રાશિ
આ રાશિનો સ્વામી શનિ છે. આ રાશિના લોકો મકર સંક્રાંતિના દિવસે તલ. સાબુ. વસ્ત્ર. કાંસકો અને અન્નનું દાન કરે.

મીન રાશિ
આ રાશિનો સ્વામી ગુરૂ છે. મકર સંક્રાંતિના દિવસે આ લોકો તલ. ચણા. સાબુદાણા. ધાબળો અને પુસ્તકોનુ દાન કરે.

Leave a Reply

Your email address will not be published.