નાના-મોટા ઝઘડા તો દરેક દંપત્તિ વચ્ચે થતા હોય છે. પરંતુ જ્યારે આવી રકજક રોજની થઈ જાય ત્યારે ઘર તુટતાં સમય નથી લાગતો. પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાઓનું કારણ ક્યારેય ગ્રહની બદલાયેલી સ્થિતી પણ હોય શકે છે. જ્યારે ઘરમાં નાની વાતનું પણ વતેસર થવા લાગે ત્યારે સમજવું કે તમારે સમય રહેતાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવવાની જરૂર છે અને આ કામમાં તમને મદદ કરશે આ સરળ ઉપાય.
– શુક્રવારે લક્ષ્મી નારાયણને રસવાળી મીઠાઈ ધરાવો. આ પ્રસાદને પતિ-પત્નીએ એકબીજાને ખવડાવવી.
– ગુરુવારે કોઈપણ ચાર રસ્તા પર આવેલા પીપળા નીચે શુદ્ધ ઘીનો દીવો કરવો અને ત્રણ પ્રકારની મીઠાઈ ધરવી.
– પાણીમાં ગોળ પધરાવવો અને પછી તેનાથી સૂર્યને અર્ધ્ય આપો. દાંપત્યજીવનમાં મધુરતા છવાયેલી રહેશે.
– પતિને રોજ કેસરવાળું દૂધ પીવડાવવું અને પત્નીએ હાથ ખાલી ન રાખી અને સોનાની બંગડી પહેરવી.
– રૂમમાં રાધાકૃષ્ણની સુંદર છબી લગાવવી. તેનાથી પ્રેમમાં વૃદ્ધિ થાય છે.
– રવિવારે રાત્રે થોડું સિંદૂર લઈ પતિની સૂવાની જગ્યાએ છાંટી દેવું. સવારે પત્નીએ નહાઈને તેમાંથી થોડું લઈ અને સેંથામાં પૂરી લેવું.
– ગોમતી ચક્રને સિંદૂરની ડબ્બીમાં રાખવાથી પતિ-પત્નીના ઝઘડા બંધ થઈ જશે.
– ઘરમાં રોજ અથવા અઠવાડિયામાં એકવાર મીઠાવાળા પાણીથી પોતાં કરવા.