સામાન્ય રીતે મહિલાઓ પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી દૂર રહે છે. જેનું મોટું કારણ હોય છે સતત થનારા બ્લીડિંગથી uneasy ફીલ થવું. પરંતુ કેટલીક મહિલાઓ માટે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવું સામાન્ય દિવસની તુલનામાં વધારે પ્લેજર આપાનારું હોય છે.
પીરિયડ્સ દરમિયાન મહિલાઓના શરીરમાં મોટા સ્તરે હોર્મોન્લ બદલાવ થાય છે. આ કારણે ઘણી મહિલાઓમાં ઉત્તેજના વધી જાય છે અને તે પીરિયડ્સ દરમિયાન સેક્સને વધારે એન્જોય કરે છે. પીરિયડ્સ દરમિયાન સામાન્ય રીતે મહિલાઓને ક્રેમ્પ્સની સમસ્યા થાય છે. તેની તકલીફ ઘણી વખત અસહનીય થઇ જાય છે. પરંતુ જે મહિલાઓ પીરિયડ્સ દરમિયાન સેક્સ એન્જોય કરે છે તેને ક્રેમ્પ્સમાં રાહતનો અનુભવ થાય છે.
કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન સેક્સથી પહેલા પાર્ટનરની સાથે ફોરપ્લે એન્જોય કરવું દુખાવામાં રાહત મળે છે. તેનું કારણ હોય છે હેપી હોર્મોન્સ અને કડલિંગનું ટચ થેરાપીની જેમ કામ કરવું.
પીરિયડ્સના દુખાવા દરમિયાન પાર્ટનર દ્વારા તમે પ્રેમથી રાખવા અને પેંપર કરવાથી દુખાવો ઓછો થાય છે. ફોરપ્લે દરમિયાન મગજમાં ઇન્ડૉર્ફિન હોર્મોન રિલીઝ થાય છે. જે મનને ખુશી આપે છે અને દુખાવાની અસરને ઓછી કરે છે. પીરિયડ્સ દરમિયાન કડલિંગ અને સેક્સ મહિલાઓને બે રીતે હેલ્પ કરે છે. કેટલીક મહિલાઓ સેક્સ બાદ પીરિયડ્સ દરમિયાન શરીરમાં ફીલ થનારી હેવિનેસ ઓછી થઇ જાય છે. તો કેટલીક મહિલાઓને વધારે બ્લીડિંગથી રાહત મળે છે.
પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સ બદલાવના કારણે મહિલાઓને મૂડ સ્વિંગની સમસ્યા થાય છે. ઘણી મહિલાઓ ચિડાઇ જાય છે. પરંતુ આ દરમિયાન સેક્સ એન્જોય કરનારી મહિલાઓમાં હેપી હોર્મોન્સ વધવાના કારણે આ સમસ્યામાં રાહતનો અનુભવ થાય છે.