તમામ નવ ગ્રહોમાં શનિ સૌથી ધીમો ચાલતો ગ્રહ છે, જેના કારણે શનિદેવની જાતકો પર અસર લાંબા સમય સુધી રહે છે. કોઈપણ એક રાશિમાં શનિ દેવ અઢી વર્ષ રહે છે ત્યારબાદ તે પોતાની રાશિ બદલે છે. જ્યારે શનિ એક રાશિથી બીજી રાશિમાં આવે છે, તો શનિની અસર જે રાશિ પર પડે છે તેના પર શનિની સાડાસાતી અને ઢૈય્યા કહેવાય છે.
જ્યોતિષમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ જાતકોને તેના કર્મો અનુસાર ફળ આપે છે. સારા કર્મ કરનારા માટે શનિદેવ શુભ ફળ આપનાર તો ખરાબ ફળ આપનાર માટે શનિદેવ અશુભ ફળ આપનાર છે. બીજી બાજુ, જે લોકોની કુંડળીમાં શનિદેવ શુભ સ્થાને હોય છે, તેઓ તેમને રંકમાંથી રાજા બનાવે છે, પરંતુ જેમની કુંડળીમાં શનિ અશુભ હોય અનેક પ્રકારની પરેશાનીઓ મળે છે.
આ વર્ષે શનિ તેની રાશિ બદલશે નહીં, પરંતુ આવતા વર્ષે એટલે કે 29 એપ્રિલ 2022 ના રોજ શનિ રાશિ બદલશે. શનિની રાશિ બદલવા પર, ઘણી રાશિઓમાંથી શનિની મહાદશાની અસર સમાપ્ત થશે. એવી કેટલીક રાશિ છે જેમના પર શનિની સાડાસાતીનો પ્રભાવ થશે નહી. 2022થી 2028 સુધી આ રાશિ પર શનિદેવ મહેરબાન રહેશે.
2022માં શનિ કરશે રાશિ પરિવર્તન
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવ બે રાશિઓના સ્વામી છે. પ્રથમ મકર અને બીજી કુંભ. 29 એપ્રિલ 2022 ના રોજ શનિ તે મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનને કારણે ધન રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે. શનિની સાડાસાતી મીન રાશિ પર શરૂ થશે. વર્ષ 2022 માં શનિની સાડા સાતીની અસર મકર અને કુંભ રાશિ પર રહેશે. 2022 કર્ક અને વૃશ્ચિક રાશિમાં શનિની ઢૈય્યા શરૂ થશે જ્યારે મિથુન અને તુલા રાશિ પર ઢૈય્યાનો અંત આવશે.
2022 થી 2028 સુધી આ રાશિઓ પર શનિની સાડાસાતી રહેશે નહીં
આગામી સાત વર્ષ એટલે કે 2022 થી 2028 સુધી, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો પર શનિની સાડાસાતી રહેશે નહીં. 2021 માં શનિ અત્યારે મકર રાશિમાં વક્રી છે. જેના કારણે ધન, મકર અને કુંભ રાશિના લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. મિથુન અને તુલા રાશિ પર શનિના ઢૈય્યાની અસર છે. શનિની સાડાસાતી કોઈપણ રાશિ પર ત્રણ તબક્કામાં હોય છે. ધન રાશિ પર શનિની સાડા સાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે.