સ્ત્રીઓની ખાસ લાક્ષણિકતાઓ તેની રાશિ પરથી જાણી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર પરથી એ વાત પણ જાણી શકાય છે કે કઈ રાશિની સ્ત્રીઓ શંકાશીલ સ્વભાવની હોય છે. કેટલીક સ્ત્રીઓની શંકા એટલી હદે વધી જાય છે કે તેઓ કોઈપણ હદે જઈ અને પતિની જાસૂસી કરે છે. તો જાણી લો 12 રાશિમાંથી કઈ રાશિની સ્ત્રીઓ હોય છે અતિ શંકાશીલ.
મેષ રાશિ
આ યાદીમાં સૌપ્રથમ નામ મેષ રાશિની સ્ત્રીઓનું છે. આ રાશિની સ્ત્રીઓ સૌથી મોટી જાસૂસી કરાવનાર સાબિત થાય છે. તેઓ પોતાનો કંટાળો દૂર કરવા માટે પણ પતિની જાસૂસી કરી શકે છે. આ વાતની જાણ પતિને થાય નહીં તે વાતની તકેદારી પણ તે સારી રીતે રાખે છે.
વૃષભ રાશિ
આ રાશિની સ્ત્રીઓ જાસૂસી કરવા માટે કોઈપણ હદે જઈ શકે છે. ફોન ચેક કરાવવાથી માંડીને કોલ રેકોર્ડ ચેક કરાવવા સુધી તેમને કોઈપણ કામ તે કરી શકે છે. તે પતિની પાછળ મનની શાંતિ માટે જઈ શકે છે. તે જાસૂસી કરવા માટે દરેક રસ્તા અપનાવી શકે છે. જો આ કામની જાણ કોઈને થાય તો પણ તેને એ વાતનો સંકોચ હોતો નથી. તેમને પોતાની ભૂલ ક્યારેય દેખાતી નથી.
ધન રાશિ
ત્રીજી અને છેલ્લી રાશિ છે ધન રાશિ. આ રાશિની સ્ત્રીઓ ખૂબ જ શંકાશીલ સ્વભાવની હોય છે. તે પોતાની શંકા દૂર કરવા અને પોતાના પાર્ટનરની જાસૂસી કરાવવા કોઈ પણ રીત અજમાવી શકે છે. ફોન ચેક કરવો, કોઈ સ્થળે પીછો કરવો, મિત્રો પાસેથી જાણકારી મેળવવી. આ તમામ વસ્તુઓ ધન રાશિની સ્ત્રીઓ કરી શકે છે. આ રાશિની સ્ત્રીઓ સંબંધોમાં પાર્ટનરની સ્વતંત્રતાને મહત્વને નથી આપતી.