આ રાશિની મહિલાઓએ ક્યારેય ન થવુ સાસુ-વહુ, તકરાર એવી કરે કે જીવવુ કરે મુશ્કેલ

DHARMIK

સાસુ વહુનો સંબંધ આમ તો હંમેશા ખાટો મીઠો રહ્યો છે. ખુબજ સમજદારી લાગણી અને એક બીજા સાથે કાયમી બંધાયેલ હોવાથી આ સંબંધમાં જો મધુરતા હોય તો જીવન મીઠાશથી ભરાઈ જાય પણ જો એક નાનકડી વાતથી આ સંબંધમાં ખટાશ આવી તો સમજો આખો પરીવાર વેરવીખેર થઈ જાય છે. કેટલાક ઘરોમાં તમે જોયુ હશે કે સાસુ હંમેશા તેની મનમાની કરે છે. તો કેટલાક ઘરમાં સાસુ સાથે કાયમી લડતી રહે છે તેની પુત્રવધુ આ તમામની સીધી અસર ઘરની શાંતિ અને સુખ પર પડે છે.

આપણે ત્યાં કેટલીક એવી રાશિ છે જેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ એક બીજાની સાસુ વહુ ક્યારેય ન બને કેમકે તેમના સંબંધમાં ક્યારેય મીઠાશ આવતી નથી.

મેષ અને કુંભ
આ બંને રાશિના જાતકોનો સ્વભાવ ખુબજ જિદ્દી હોય છે આથી જ્યાં સુધી પોતાની વાત ન માને ત્યાં સુધી પાછળ પડેલી રહે છે. આ જ કારણે જો સાસુ વહુ થાય તો હંમેશા તકરાર થતી રહે છે.

કન્યા અને તુલા
આ બંને રાશિની યુવતીઓ ખુબજ પરફેક્ટ હોય છે આથી એક જ છત નીચે તેમનું જીવવુ મિશ્કેલ છે. બંને હંમેશા એક બીજાને નીચા પાડવામાંથી જ ઉચા આવતા નથી આથી તકરાર વધ્યા કરે તે સ્વાભાવિક છે.

મિથુન અને મકર
મિથુન રાશિ ખુબજ ચંચળ હોય છે. મકર રાશિની મહિલાઓ ખુબજ શાંત હોય છે તેમના સ્વભાવમાં આસમાન જમીનનું અંતર હોવાથી અંદરોઅંદર ટક્કર થાય છે.

સિંહ અને વૃશ્ચિક રાશિ
આ બંને રાશિનો સ્વભાવ પણ એક બીજાથી વીપરીત છે. એક મ્યાનામં ન રહે બે તલવાર એ જ રીતે એક શેર તો બીજી સવાશેર થઈને ફરતા ઘરની શાંતિ ડહોળાઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *