આ રાશિની યુવતીઓ હોય છે દુનિયાની ખાસ માતા, બાળકને ઉછેરવામાં કોઇ કસર નથી છોડતી

GUJARAT

દરેક મા પોતાના બાળકોને ખુબજ પ્રેમ કરે છે. કહેવાય છે કે દરેક જગ્યાએ ભગવાન પહોંચી ન શકે એટલે જ તેમણે માતાનું સર્જન કર્યુ છે. બાળકને જીવનના દરેક પાઠ શિખવે છે માતા એક માતા સો શિક્ષકની ગરજ સારે એટલી ક્ષમતા ધરાવે છે. આપણા સાહિત્યમાં પણ એટલે જ કહેવામાં આવ્યુ છે કે જે કે જનની જોડ સખી નહી જડે રે લોલ !.

દરેક માતા માટે તેનું બાળક ખુબજ મહત્વનું હોય છે. બાળક માટે તેની મા દુનિયાની સૌથી બેસ્ટ મા હોય છે. બાળકના જન્મની સાથે જ માતાનો ફરીથી જન્મ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ કેટલીક રાશિઓની યુવતીઓમાં કુદરતી રીતે જ બાળકોના લાલન-પાલન કરવામાં મોખરે હોય છે. આજે આપણે જાણીએ આવીજ રાશિ અંગે જે દુનિયાની બેસ્ટ મધર હોય છે.

કર્ક રાશિ
કર્ક રાશિ ચંદ્રમાની સ્વામિત્વવાળી રાશિ છે. આ રાશિની માં પોતાના બાળકને લઈને ખુબજ ભાવુક હોય છે. કોમળ હૃદયની માતા તેના બાળકને ખુબજ પ્રેમ કરે છે. તેના માટે બાળક જ તેની દુનિયા હોય છે. કર્ક રાશિની માતા હંમેશા તેના બાળકને કંઇક ખાસ છે તેવી અનુભૂતિ કરાવે છે. દરેક સ્થિતિમાં બાળકનો સાથ આપે છે. ઢાલ બનીને ઉભી રહે છે ગમે તે હાલતમાં આ રાશિની માતા બાળકને પોતાના જીવની જેમ જતન કરે છે.

કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ રાશિની માતા ખુબજ સ્માર્ટ અને ક્રિએટીવ હોય છે. તે પોતાના બાળકને દરેક ક્ષેત્રે આગળ આવવા પ્રેરણા આપે અને સતત પ્રયાસ કરતી રહે છે. તેના બાળકને એવુ તૈયાર કરે કે આ બાળક મલ્ટી ટાસ્કમાં ભાગ લે. આ રાશિની માતા પોતાના બાળકને એકદમ પરફેક્ટ જોવા માગે છે અને આ મુજબ તે બાળકને એટલું જ અનુશાસનમાં રાખે છે.

મિથુન રાશિ
આ રાશિની માતા તેના બાળક સાથે મિત્ર બનીને રહે છે. બાળકને જીવનના પાઠ એવા સરળતાથી ભણાવે કે ક્યારેય પાછુ ન પડે. દરેક લડાઇ પોતાના બલબુતા પર જીતી શકે તેવો સક્ષમ બાળક બને તે જોવાનું કામ આ રાશિની માતા કરે છે. તે પોતાના બાળકને નિર્ભર ન રહે અને પ્રગતી કરે તેવું બનાવવા મથે છે. આ રાશિની મમ્મી ખુબજ કુલ મોમ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *