આ રાશિના જાતકો વચ્ચે નથી થતો મનમેળ, તકરાર થતા સંબંધો વણશે

DHARMIK

આપણે ત્યાં કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાંથી રચાઈને આવે છે. જો કે આપણા શાસ્ત્રોમાં કેટલીક રાશિઓએ ક્યારેય આ ખાસ રાશિ સાથે લગ્ન ન કરવા જોઈએ કેમકે તેમની વચ્ચે ક્યારેય મનમેળ થતો નથી. કેટલીક વખત આ રાશિના જાતકો એક બીજા સાથે લગ્ન કરી લેતા હોય છે પણ આગળ જતાં તમારા ગ્રહો મળતા નથી અને સંબંધોમાં તણાવ જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. ઘણીવાર એનું કારણ ગ્રહોનું ના મળવું હોય છે.

કેટલીક રાશિ એકબીજાને ખૂબ આકર્ષિત કરે છે, જ્યારે કેટલીક રાશિ એકબીજાથી વિરુદ્ધ માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કઈ રાશિના લોકો ઘણા સારા યુગલો અથવા જોડી બની શકતા નથી.

મકર અને મેષ રાશિ
સારી જીવનશૈલી અને સારા વિચાર ધરાવતી મકર રાશિની સાથે મેષ રાશિ કે જે હંમેશા મન મોજી અને ઉતાવળાપણા વાળી વૃતી ધરાવતા હોવાથી આ બન્ને રાશિઓને ક્યારેય બનતું નથી. એવું માનવામાં આવે છે કે મેષ રાશિવાળા લોકો નિયંત્રણમાં રાખવા માગે છે અને આવા લોકો મકર રાશિવાળા લોકોને પસંદ નથી કરતા. તેથી આ બંને રાશિના લોકો સારા યુગલો બની શકતા નથી.

કુંભ અને વૃષભ
આ રીતે કુંભ અને વૃષભ રાશિના લોકોમાં સારો તાલમેલ નથી જોવા મળતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિવાળા લોકો ઊર્જાથી ભરપુર હોય છે અને મુક્ત વિચારો ધરાવે છે. જ્યારે વૃષભ રાશિના લોકો હઠીલા અને મજબૂત સ્વભાવના હોય છે. આથી આ બંને રાશિના લોકો વચ્ચે તકરાર થાય છે.

મીન અને મિથુન
મીન અને મિથુન રાશીના લોકો વચ્ચે ઝઘડા થતા રહે છે. જ્યોતિષવિદ્યા કહે છે કે મીન રાશિના લોકો મિથુન રાશિના લોકોને સમજી જ નથી શકતા. કારણ કે એવું કહેવામાં આવે છે કે મીન રાશિના લોકો ખૂબ જ સહજ સ્વભાવ ના હોય છે, જ્યારે મીથુન રાશિના લોકોની એવી માન્યતા હોય છે કે મીન રાશિના લોકો જે કહે છે તેનાથી વિરુદ્ધ વર્તે છે. તેથી આ બંને રાશિના લોકો સારા દંપતી બની શકતા નથી.

કર્ક અને મેષ
કર્ક રાશિના લોકો ખૂબ જ નમ્ર અને સીધા હોય છે. જ્યારે મેષ રાશિવાળા લોકો ઉતાવળા અને થોડા ગુસ્સાવાળા હોય છે. જ્યારે આવા લોકો સીધા સાદા લોકોની સાથે આવે છે ત્યારે સમસ્યા ઉતપન્ન થાય છે. બંનેનો સ્વભાવ સંપૂર્ણપણે વિરોધી છે, તેથી બંને રાશિના લોકો વચ્ચે કોઈ સુમેળ બનતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *