જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 12 રાશિનો પોતાનો સ્વભાવ હોય છે. કેટલાક રાશિજા જાતકો શાંત સ્વભાવના હોય છે, જ્યારે કેટલાક જોખમ લેતા હોય છે અને ખુબજ નિર્ભય હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા કુલ 4 રાશિના જાતકો એવા છે જેમને કોઇથી ડર લાગતો નથી કોઇ વાતથી ભયભીત થતો નથી. આ રાશિના જાતકો ખુબ પ્રામાણિક હોય છે. તેઓ કોઈની સામે નમવાનુ પસંદ નથી કરતા.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો ખૂબ હિંમતવાન અને શક્તિશાળી હોય છે. તેઓ દરેક કામ મનનું ધાર્યુ હોય તે જ કરે છે. તેઓ નિર્ભય પ્રકૃતિના છે. તેઓ બહાદુરીથી જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરે છે. તેઓ એવા સ્વાભિમાની હોય છે કે કોઇ સામે નમવાનુ પસંદ કરતા નથી.
વૃશ્ચિક રાશિ
જ્યોતિષ શાસ્ત્રમાં વૃશ્ચિક રાશિવાળા ખુબજ પરાક્રમી હોય છે. જે ક્ષેત્રમાં જાય છે ત્યાં મહેનતથી ઉચ્ચ પદની પ્રાપ્તિ કરે છે. તેઓ દરેક કામને ઇમાનદારી અને મહેનતથી કરે છે. વિશ્વાસઘાત કરવો કે દગો કરવો તેમના સ્વભાવમાં નથી. આ રાશિના જાતકો ખુબજ સ્વાભિમાની હોય છે.
કુંભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો મજબુત અને ઇચ્છા શક્તિ ધરાવતા હોય છે. તેઓ મનમાં એક વખત નક્કી કરી લે એક વખત વિચાર કરી લે તે કાર્ય કરીને જ શાંતિથી જંપે છે. તેઓ ક્યારેય કોઇ નિર્ણયને ભાવનાથી લેતા કરતા નથી. તેઓ આત્મવિશ્વાસથી છલોછલ અને બુદ્ધિમાન હોય છે.
મકર રાશિ
આ રાશિના જાતકો મજબુત ઇરાદાના હોય છે. પોતાના દમ પર જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. કોઇ પણ સમસ્યાને સરળતાથી હલ કરે છે. જીવનમાં આવતા પડકારોને સરળતાથી હલ કરી શકે છે. આત્મસન્માનના ભોગે કોઇ કામ કરતા નથી.