રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિગતો સામે આવી છે. હવે લગ્નનું મેનુ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન માટે રસોઈ બનાવવા માટે દિલ્હીથી શેફને બોલાવવામાં આવ્યા છે. આ લગ્નમાં તંદૂરી ડિશથી લઈને વેજ અને નોન-વેજ સુધીના ઘણા વિકલ્પો..
શું હશે જમણવારમાં?
લગ્ન સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે લગ્નમાં વેજ આઈટમોમાં દાલ મખ્ખની, પનીર ટીક્કા, ભાત અને રોટલી બનાવવામાં આવી રહી છે. બીજી તરફ નોન-વેજ આઈટમોમાં ચિકન, મટન અને તંદૂરી ડિશ હશે. એટલું જ નહીં આલિયા ભટ્ટ માટે વેગન બર્ગરનો અલગ સ્ટોલ ઉભો કરવામાં આવશે. આલિયા અને તેની મિત્ર અનુષ્કા રંજન વેગન બર્ગરના ફેન છે. જેને લીધે તેમના માટે ખાસ સ્ટોલ ઉભો કરવામાં આવશે.
રણબીર માટે ખાસ
જયારે દુલ્હન માટે ખાસ સ્ટોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. તો કોઈ કેવી રીતે વરરાજાની પસંદગીનું ધ્યાન ન રાખે. રણબીર કપૂર સુશીને પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેના માટે અલગ સુશી વાનગીનો સ્ટોલ બનાવવામાં આવશે. લગ્નમાં ભારતીય ફૂડની સાથે ફ્યુઝન ફૂડ પણ હશે.
લગ્ન સમારોહમાં ગીતો વગાડવામાં આવશે નહીં
લગ્ન સમારોહની વાત કરીએ તો રણબીર કપૂરે ખાસ વિનંતી કરી છે કે લગ્નમાં તેની ફિલ્મોના ગીતો વગાડવામાં આવે નહી. પોતાની જાહેર છબીની જેમ રણબીર કપૂર તેના લગ્નને ખાનગી અને સાદું રાખવા માંગે છે. રણબીર તેની પરંપરાઓને વળગી રહેવા માંગે છે અને તમામ વિધિઓ અને રીવાજોને ઓછામાં ઓછા હાઇલાઇટમાં રાખવા માંગે છે.
આજે આ કપલ મીડિયા સામે આવશે
જો કે લગ્નના સમાચાર આવ્યા બાદથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગાયબ છે. બંને લગ્ન સમારોહમાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે 14 એપ્રિલે લગ્ન બાદ આ કપલ સાંજે 7 વાગે મીડિયાની સામે આવશે. લગ્ન બાદ આલિયા અને રણબીર પાપારાઝીની સામે ફોટોશૂટ કરાવશે. આ સાથે બંનેના વીડિયો પણ જોવા મળશે.