આ મંદિરમાં ભગવાનની આંખોમાંથી દડદડ આંસુડા પડે, વૈજ્ઞાનિકો પણ ઉકેલી નથી શક્યા રહસ્ય

DHARMIK

ભારત એક એવો દેશ જ્યાં તમને ડગલે ને પગલે ચમત્કારિક મંદિરોના દર્શન કરવા મળે. કેટલાક એવા રહસ્યમય મંદિરો છે જેની સાથે વૈજ્ઞાનિક તથ્ય જોડાયેલા છે. કેટલીક એવી રહસ્યની પહેલીઓ છે જે આજદીન સુધી વણ ઉકેલાયેલી રહી છે. કહેવાનું એટલું જ કે આજે પણ અનેક રહસ્યો છુપાયા છે જેને ઉકેલી શકાયા નથી. ગઢમુક્તેશ્વરનું પ્રાચીન ગંગા મંદિર, ત્રિપુર સુંદરી મંદિર કે પછી ટિટલાગઢનું ખુબજ રહસ્યમયી શિવ મંદિર હોય કે કાંગડાનું ભૈરવ મંદિર.આજે આપણે આ મંદિરો સાથે જોડાયેલા રહસ્ય અંગે વાત કરીશુ.

આ મંદિરમાં શિવલિંગ પર અંકુર ફૂટી નિકળે
ગઢમુક્તેશ્વર સ્થિત પ્રાચીન ગંગા મંદિરનું રહસ્ય આજ સુધી ઉકેલાયુ નથી. મંદિરમાં સ્થાપિત શિવલિંગ પર પ્રત્યેક વર્ષ એક અંકુર ફુટી નીકળે છે. જેમાંથી ભગવાન શિવ અને દેવી દેવતાઓની આકૃતિઓ રચાય છે. આ વિષય પર ખુબજ રિસર્ચ હાથ ધરાયુ છતાં આજ દિવસ સુધી કારણ જાણી શકાયુ નથી. આ મંદિરમાં એક બીજુ પણ રહસ્ય અંક બંધ છે. મંદિરની સીડીઓ પર પથ્થર ફેંકો તો પાણીમાં પથ્થર માર્યો હોય તેવો અવાજ આવે છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ કારણ શોધી શક્યા નથી.

અજીબ અજીબ અવાજ સંભળાય
બિહારમાં બક્સરમાં આવેલ 400 વર્ષ જૂના માં ત્રિપુરા સુંદરી મંદિરમાં પ્રવેશ કરો ત્યારે તમનેએક અલગ જ શક્તિનો આભાસ થાય છે. મધ્ય રાત્રિ શરૂ થતા જ મંદિરમાં અજીબ અજીબ અવાજ આવવા શરૂ થાય છે. કેટલાયે પુરાતત્વ-વૈજ્ઞાનિકો આ અવાજનું અધ્યયન કરી ચુક્યા છે. હવે તો વૈજ્ઞાનિકો પણ માની ગયા છે કે કોઈ એવુ તત્વ છે જે આવો અવાજ કરી રહ્યું છે.

ભયંકર ગરમીમાં પણ અસહ્ય ઠંડી
ટિટલાગઢ ઓરીસ્સાનું સૌથી ગરમ ક્ષેત્ર માનવામાં આવે છે. અહી એક કુમ્હડા પહાડ છે જેના પર એક અનોખુ શિવ મંદિર સ્થાપિત છે. પથ્થરની ચટ્ટાનો પર અહીં પ્રચંડ ગરમી અનુભવી શકાય છે. મંદિરની બહાર 5 મિનિટ ઉભુ રહી ન શકાય એટલી ઠંડક રહેલી છે.

આ મંદિરમાં રડે છે ભગવાન
કાંગડાના બજ્રેશ્વરી દેવી મંદિરમાં ભૈરવ બાબાની અનોખી પ્રતિમા છે. અહીં આસપાસના વિસ્તારમાં મુશ્કેલી આવવાની હોય ત્યારે ભૈરવબાબાની મૂર્તિમાંથી આંસુડાઓ પડવા લાગે છે. આ મૂર્તિ 5 હજાર વર્ષ જૂની છે. મંદિરના પૂજારી જણાવે છે કે જેવી મૂર્તિ રડવા લાગે અંહી વિશેષ પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવે છે. આજ સુધી આ રહસ્ય અકબંધ છે કે ભગવાન શા કારણે રડી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *