આ મહિલાએ મોઢું ખોલતાં જ બની ગયો વર્લ્ડ રેકોર્ડ, ગિનીશ બુકમાં નોંધાયું નામ

WORLD

અમેરિકામાં એક મહિલાનું નામ દુનિયામાં સૌથી મોટું મોઢું ખોલવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ગિનીશ વર્લ્ડ રેકોર્ડ્સે જણાવ્યું કે આ મહિલાના મોઢની ગેપ દુનિયાનિી અન્ય કોઈપણ મહિલા કરતાં વધારે માપવામાં આવ્યું છે. જે બાદ આ મહિલાનું નામ ગિનીશ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. રેકોર્ડ બનાવનાર મહિલાનું નામ 31 વર્ષીય સામંથા રામ્સડેલ છે.

સામંથાના મોઢાની ગેપ 2.56 ઈંચ

સામંથા રામ્સડેલ અમેરિકાના કનેક્ટિકટ સ્ટેટની રહેવાસી છે. ગિનીશ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર સામંથાના મોઢાનું કેપેસિટિવ ગેપ 6.52 સેમી એટલે કે 2.56 ઈંચ માપવામાં આવ્યું છે. આ સાથે તેણે દુનિયાના સૌથી મોટા સાઉથ ગેપ રેકોર્ડ હોલ્ડર હોવાના મામલે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.

આ રીતે બન્યો વર્લ્ડ રેકોર્ડ

સામંથાને પહેલા આ ખબર ન હતી કે તેના મોં વચ્ચેની ગેપ દુનિયામાં સૌથી વધારે છે. આ માટે સામંથાએ સાઉથ નોરવોકમાં પોતાના ડેન્ટિસ્ટ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટરે તેને ગિનીશ એજ્યુકેટરની સામે સામંથાના મોંની ગેપને માપી હતી. ડો. ચેઉંગે ડિજિટલ કોલિપર્સનો ઉપયોગ કરીને ઉપરના હોઠથી નીચેના હોઠ સુધીનું અંતર 2.56 ઈંચ માપ્યું હતું.

સામંથા રામ્સડેલ ટિકટોક પર વીડિયો શેર કરે છે. તેના 10 લાખથી વધારે ફોલોઅર્સ છે. અને પોતાના અસામાન્ય મોંને લઈને તે ફેન્સમાં ભારે લોકપ્રિય પણ છે. અને એ જ કારણે ફેન ફોલોઈંગ પણ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *