આ લોકોને નહીં મળે PM Kisan Schemeના 11મા હપ્તાનો લાભ

GUJARAT

અનેક રાજ્યો સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોની મદદને માટે અલગ અલગ અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને કૃષિ ટેકનિકમાં વધારાની સાથે આર્થિક મદદ પણ મળી શકે તે છે. કેન્દ્રની મોદી સરકારે નાના અને ગરીબ ખેડૂતોની મદદ માટે એક યોજનાની શરૂઆત કરી છે. તેનું નામ છે PM Kisan Samman Nidhi Yojana. આ સ્કીમની મદદથી કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની મદદ કરે છે. આ 6000 રૂપિયાને સરકાર 3 હપ્તામાં એટલે કે 2000 રૂપિયાના હપ્તામાં આપે છે. આ રૂપિયા સરકાર ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે.

10 હપ્તા આવી ચૂક્યા છે ખાતામાં

PM Kisan Samman Nidhi Yojanaના આધારે અત્યારસુધીમાં 10 હપ્તા ખેડૂતોના ખાતામાં Direct Benefit Scheme ના આધારે ટ્રાન્સફર કરાઈ ચૂક્યા છે. આ સાથે હવે 11મો હપ્તો આવવાની તૈયારીઓ પણ થઈ ચૂકી છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો અને તમે પોર્ટલ પર અરજી કરી છે તો તમે તમારું નામ ચેક કરો કે તમને લાભ મળશે કે નહીં.

આ લોકોને નહીં મળે 11મા હપ્તાનો લાભ

જો તમારા પરિવારમાં કોઈ જમીનના ટેક્સનું પેમેન્ટ કરે છે તો તેને આ સ્કીમનો લાભ મળશે નહીં.
તમારી પાસે ખેતી લાયક જમીન નથી તો પણ તમને આ યોજનાનો લાભ મળશે નહીં.
પરિવારમાં કોઈ વ્યક્તિ પહેલાથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો આ સ્કીમમાં રૂપિયા મળશે નહીં. એટલે કે દંપતિમાંથી કોઈ એકને જ લાભ મળશે.
જો તમે સરકારની નોકરી કરો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં.
રજિસ્ટર્ડ સરકારી કર્મચારી, ડોક્ટર, એન્જિનિયરને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.
જો તમે કોઈ સરકારી યોજનાના આધારે 10 હજારથી વધારે પેન્શન લો છો તો તમે આ યોજનાને પાત્ર નથી.

Leave a Reply

Your email address will not be published.