આ કેમિકલ કંપનીના શેરમાં એવી કઈ ખાસિયત છે કે બધાને તેજી દેખાય છે?

GUJARAT

સોમવારે ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવ સંકેત હતા જેના કારણે ભારતમાં પણ બજારો એક ટકાથી વધારે ઉછળ્યા હતા. સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ વધ્યો હતો અને મોટા ભાગના શેર ગ્રીન ઝોનમાં હતા. આ દરમિયાન સ્પેશિયાલિટી કેમિકલ કંપની દીપક નાઈટ્રાઈટ (Deepak Nitrite)ના શેર તરફ સૌનું ધ્યાન ગયું છે. આ શેર સતત સારું વળતર આપી રહ્યો છે અને આજે પણ ત્રણ ટકા વધ્યો હતો. સોમવારે બજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી છે. દીપક નાઈટ્રાઈટ (Deepak Nitrite) તરફ રોકાણકારોનું ધ્યાન સતત ખેંચાયું છે. રોકાણકારોની ખરીદી વચ્ચે સોમવારે સવારના સત્રમાં જ દીપક નાઈટ્રાઈટનો શેર ત્રણ ટકા વધ્યો હતો.

આ સાથે આ શેરે મજબૂત મૂલ્ય સાથે બ્રેકઆઉટ નોંધાવ્યો છે. ટેકનિકલ ચાર્ટ પર આ શેર ઓછામાં ઓછા સમય માટે 10 દિવસની પેટર્નથી ઉપર ગયો છે. આ શેર હાલમાં પોતાના 26 સપ્તાહની કપ પેટર્નના મહત્ત્વપૂર્ણ અવરોધ નજીક બિઝનેસ કરી રહ્યો છે.

આ લખાય છે ત્યારે દીપક નાઈટ્રાઈટ (Deepak Nitrite Share)નો શેર 2.33 ટકા વધીને રૂ. 2303 પર ચાલતો હતો. આજે આ શેર નીચામાં રૂ. 2250 અને ઉપરમાં 2326 સુધી ગયો હતો. આ સ્ટોકની 52 અઠવાડિયાની નીચી સપાટી રૂ. 1681 છે જ્યારે 52 અઠવાડિયાની ટોચ રૂ. 2690 છે. છેલ્લા એક મહિનામાં શેર 13 ટકાથી વધારે વધ્યો છે જ્યારે પાંચ વર્ષમાં તેમાં 1000 ટકાની આસપાસ વળતર મળ્યું છે.

ટેકનિકલ રીતે શેર મજબૂત બન્યો
ટેકનિકલ રીતે દીપક નાઈટ્રાઈટનો શેર ઘણો મજબૂત લાગે છે. તેમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળે છે. આ શેર પોતાની તમામ મુખ્ય મુવિંગ એવરેજથી ઉપર ચાલે છે. 14 દિવસનો આરએસઆઈ 67.76 પોતાના અગાઉના સ્વિંગ હાઈથી ઉપર ચાલે છે. તેનો એડીએક્સ 23.28 ઉપર વધવાના સંકેત આપે છે અને તેજી દર્શાવે છે. MACDએ પણ તેજીના ક્રોસઓવરના અણસાર આપ્યા છે. આ શેરમાં અત્યારે ખરીદી માટે સારી તક છે અને એક્સપર્ટ્સ તેમાં ખરીદી કરવાની ભલામણ કરે છે.
દીપક નાઈટ્રાઈટ લિમિટેડની સ્થાપના 1970માં થઈ હતી અને તે મિડ કેપ કંપની છે. Deepak Nitriteનું માર્કેટ કેપ 24759.43 કરોડ રૂપિયા છે. આ કંપની કેમિકલ સેક્ટરમાં કાર્યરત છે. આ કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સ/રેવન્યુ સેગમેન્ટ્સમાં ફાઈન કેમિકલ્સ, એક્સપોર્ટ ઈન્સેન્ટિવ્સ, સેલ્સ ઓફ સર્વિસિસ, સ્ક્રેપ અને અન્ય ઓપરેટિંગ રેવન્યુ સામેલ છે.

દીપક નાઈટ્રાઈટ લિમિટેડની સ્થાપના 1970માં થઈ હતી અને તે મિડ કેપ કંપની છે. Deepak Nitriteનું માર્કેટ કેપ 24759.43 કરોડ રૂપિયા છે. આ કંપની કેમિકલ સેક્ટરમાં કાર્યરત છે. આ કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સ/રેવન્યુ સેગમેન્ટ્સમાં ફાઈન કેમિકલ્સ, એક્સપોર્ટ ઈન્સેન્ટિવ્સ, સેલ્સ ઓફ સર્વિસિસ, સ્ક્રેપ અને અન્ય ઓપરેટિંગ રેવન્યુ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *