આ કારણે બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી રોજ તેના પતિને અપશબ્દો બોલે છે

BOLLYWOOD

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીની છેલ્લાં બે વર્ષની ફિલ્મી કારકિર્દી જોઈએ તો ‘હિચકી’ અને ‘મરદાની 2’ આ બે ફિલ્મોમાં જ રમી રહી છે. 90ના દાયકામાં દરેકના દિલ પર રાજ કરનારી રાની તેની પર્સનલ લાઇફને લઈ ખુબ ચર્ચામાં રહી છે.

રાનીએ આખી દુનિયા સામે લડીને એક પરિણીત પુરુષ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ વ્યક્તિ એટલે બીજુ કોઈ નહીં પરંતુ બોલિવૂડના જાણીતા નિર્માતા આદિત્ય ચોપડા છે. પરંતુ શું તમે જાણો છો કે રાની મુખર્જી રોજ તેના પતિને ગાળો આપે છે. આ વાત ખુદ રાની મુખર્જીએ કહી છે.

બે વર્ષ પહેલાં રાની નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચી હતી. તેમની સાથે ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી પણ હતા. ચેટ દરમિયાન રાનીએ તેના જીવનના ઘણા રહસ્યો શેર કર્યા હતા. રાનીએ તેની પુત્રી આદિરા વિશે અને તેના પતિ આદિત્ય ચોપડા વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.

રાનીએ કહ્યું હતું કે, તે આદિત્યને ફિલ્મ ‘મુઝસે દોસ્તી કરોગે’ના સમયમાં મળી હતી. રાનીએ જણાવ્યું હતું કે, તે સમયે મારી ફિલ્મો સારી નહોતી ચાલતી. એટલે બધાએ આદિત્યને કહ્યું કે, મને આ ફિલ્મમાં ના લે, પરંતુ તેમને લાગ્યું કે, હું આ ભૂમિકા માટે યોગ્ય છું.

વાતચીત દરમિયાન નેહા ધૂપિયાએ પૂછ્યું ‘ શું તે ક્યારેય ગોળો બોલે છે કે ગુસ્સે થાય છે?’ જેના જવાબમાં રાનીએ કહ્યું, ‘હું મારા પતિ પર રોજ ગુસ્સો કરું છું. હું દરરોજ તેમને ગાળો આપું છું. પરંતુ તેઓ કંઈક એવું કરે છે કે, મારો ગુસ્સો દૂર થઈ જાય છે. તેથી મારા કુટુંબમાં જ્યારે અમે ગુસ્સે થઈએ છીએ, ત્યારે એકબીજા પ્રત્યે પ્રેમથી નારાજગી વ્યક્ત કરીએ છીએ. જો મને કોઈ પ્રત્યે ગુસ્સો આવે છે, તો તેનો અર્થ એ છે કે હું ખરેખર તે વ્યક્તિને પ્રેમ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *