આ દિવસે યોજાશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો સમય અને પ્રભાવ

DHARMIK

19 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાના દિવસે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ હતું. આ ગ્રહણના 15 દિવસ બાદ વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ થશે. જ્યોતિષમાં સૂર્યગ્રહણને એક મહત્ત્વની ખગોળીય ઘટના માનવામાં આવે છે. સૂર્યગ્રહણનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ ઘણું છે. ગ્રહણને જ્યોતિષમાં અશુભ ઘટનામાંની એક ગણાય છે. આ કારણ છે કે આ સમયે પૂજા પાઠ અને શુભ કાર્ય કરી શકાતા નથી. ધાર્મિક માન્યતાના અનુસાર સૂર્યગ્રહણના સમયે સૂર્ય પીડિત થાય છે જેના કારણે સૂર્યની શુભતામાં ખામી આવે છે. તો જાણો સૂર્યગ્રહણની તિથિ, સમય અને પ્રભાવને વિશે.

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની તિથિ
2021ના વર્ષનું આખરી અને બીજું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે યોજાશે. આ દિવસે શનિવાર પણ છે. હિંદુ પંચાંગના અનુસાર 4 ડિસેમ્બરે માર્ગશીર્ષ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસ છે.

શું સૂતક કાળ માન્ય રહેશે
4 ડિસેમ્બર 2021ના રોજ યોજાનારું સૂર્યગ્રહણમાં સૂતક કાળ માન્ય નહીં રહે. આ સૂર્યગ્રહણ ઉપછાયા ગ્રહણ હશે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર પૂર્ણ ગ્રહણ થાય તો સૂતક કાળ માન્ય રહે છે. આંશિક કે ઉપછાયા ગ્રહણ થશે તો સૂતક કાળના નિયમોનું પાલન કરવાનું રહેશે નહીં.

જાણો ગ્રહણનો સમય
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે શનિવારે સવારે 10:59 મિનિટથી શરૂ થશે અને સાથે જ બપોરે 3:07 મિનિટે પૂરું થશે.

ક્યાં દેખાશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. આ ગ્રહણને ભારતમાં જોઈ શકાશે નહીં.
સૂર્યગ્રહણ સમયે આ કામ ન કરવા

સૂમસામ જગ્યાએથી પસાર થવું નહીં કેમકે આ સમયે નકારાત્મક શક્તિઓ પ્રભાવી હોય છે.
સૂતક કાળના પ્રારંભ થયા બાદ તમે ભૂલથી પણ કંઈ ખાશો નહીં.
સૂર્યગ્રહણને નરી આંખે જોવું નહીં. આમ કરવાથી આંખો ખરાબ થઈ શકે છે.
આ સમયે ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરવો નહીં. આમ કરવાથી મૂર્તિઓ દોષિત બને છે.
ગર્ભવતી મહિલાઓએ ખાવાનું બનાવવાનું કામ ન કરવું અને સોય દોરાનો ઉપયોગ પણ ટાળવો.
સૂતક શરૂ થતાં શુભ કામને ટાળવા નહીં તો શુભ પરિણામ મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published.