આ દિવસે લાગશે વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ, જાણો સમય અને કેવી થશે અસર

rashifaD

વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2021) મે મહિનામાં થઇ રહ્યુ છે. આ ચંદ્ર ગ્રહણ 26મેના રોજ થવાનુ છે. ખાસ વાતતો એ છે કે આ દિવસે વૈશાખ પૂર્ણિમા હોવાથી આ ગ્રહણ ખાસ રહેશે. જાણીલો આ ગ્રહણની ભારતમાં કેવી અસર થશે 26મેના થઇ રહેલ ચંદ્રગ્રહણ બપોરે 2 કલાક અને 17 મિનિટે શરૂ થશે અને સાંજે 7 કલાક 19 મિનિટે પૂર્ણ થઇ જશે. આ ગ્રહણનો પ્રભાવ વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્ર પર સૌથી વધારે જોવા મળશે.

કેવુ રહેશે ગ્રહણ
વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ ઉપછાયા ગ્રહણ રહેશે, ઉપાછાયા હોવાના કારણે આ ગ્રહણનું ધાર્મિક અસર જોવા નહી મળે તેમજ આ ગ્રહણનો વધારે પ્રભાવ જોવા નહી મળે.

ક્યાં-ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ
26મેના લાગી રહેલ આ ચંદ્રગ્રહણ અમેરિકા, ઉત્તરી ચુરોપ, પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાં પૂર્ણ રૂપે દેખાશે જ્યારે ભારતમાં આ ઉપછાયા ગ્રહણ તરીકે દેખાશે.

સૂતક કાળનો સમય
આ ચંદ્ર ગ્રહણ ઉપછાયા ગ્રહણ છે. ઉપછાયા ગ્રહણમાં કોઇ પણ પ્રકારના ધાર્મિક કાર્યો પર પાબંદી લાગતી નથી. આથી આ દિવસે સૂતક કાળ નહી લાગે. ગ્રહણકાળ દરમિયાન મંદિરના કપાટ બંધ રહેશે. આ દિવસે કોઇ પણ શુભ કાર્ય કરી શકાશે.

આ વર્ષે કુલ 2 ચંદ્ર ગ્રહણ થશે. વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ 26મેના લાગશે જ્યારે બીજુ અને અંતિમ ચંદ્ર ગ્રહણ 19 નવેમ્બર 2021 સુધી રહેશે. 19 નવેમ્બરે ચંદ્ર ગ્રહણ આંશિક રહેશે

Leave a Reply

Your email address will not be published.