તમે બધા લોકોએ ગાંધીજીના ફોટો વાળી તો ઘણી બધી નોટો જોઈ હશે. પરંતુ જો કોઈ તમને પુછે કે ભગવાન શ્રી રામના ફોટો વાળી નોટ વિશે જાણો છો ? તો મોટાભાગના લોકોનો જવાબ ના જ હશે. તો આવો આજે અમે તમને એ દેશ વિશે જણાવીશું કે જ્યાં રામના ફોટો વાળી નોટો છાપવામાં આવી હતી.
રામ મુદ્રાને ઓક્ટોબર 2001માં સંયુક્ત રાજ્ય અમેરિકામાં મહર્ષિ મહેશ યોગીની સાથે જોડાયેલા એક નોન ફ્રોફીટ ઓર્ગેનાઈઝેશન ધ ગ્લોબલ કંટ્રી ઓફ વર્લ્ડ પીસ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ રામ મુદ્રાથી તેમના આશ્રમની અંદર કોઈપણ વ્યક્તિ સામાન ખરીદી શકે છે. જો કે આ મુદ્રાનો ઉપયોગ માત્ર આશ્રમની અંદર જ અથવા તો આશ્રમ સાથે જોડાયેલા સભ્યોની વચ્ચે જ કરવામાં આવતો હતો. આશ્રમની બહાર અન્ય શહેરમાં તેનો ઉપયોગ નહોતો કરી શકાતો.
GCWPના મુખ્યાલય આયોવામાં મહર્ષિ વૈદિક શહેરમાં આવેલું છે. આ સંસ્થાએ પોતાની વેબસાઈટ ઉપર લખ્યું છે કે 24 ફેબ્રુઆરી 2002ના રોજ વૈદિક સિટીએ રામ મુદ્રા આપવાનું શરૂ કર્યું હતું. સિટીના આર્થિક વિકાસ માટે અને સ્થાનિક વેપારને વધારવા માટે સિટી કાઉન્સિલે રામ મુદ્રાનું ચલણ સ્વિકાર કર્યુ હતું. કાગળની એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડોલર નક્કી કરવામાં આવી હતી.
એક ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ વર્, 2003માં નેધરલેન્ડમાં અંદાજીત 100 દુકાર, 30 ગામ અને સાથે કેટલાક નગરોના રામ મુદ્રા ચાલતી હતી. ડચ સેન્ટ્રલ બેન્કે જાણકારી આપતા જણાવ્યુ હતું કે અમે રામ મુદ્રા ઉપર નજર રાખી રહ્યા છીએ. અમને આશા છે કે મહર્ષિ મહેશ યોગીની સંસ્થા ક્લોઝ ગૃપમમાં આ ચલણનો ઉપયોગ કરશે અને કાનૂન અને નિયમોની વિરૂદ્ધ કંઈ નહીં કરી શકે.
1,5 અને 10ની રામ નોટ જાહેર કરવામાં આવી હતી. તે સમયે નેધરલેન્ડ અને અમેરિકામાં કેટલીક જગ્યા પર આ મુદ્રાનો સ્વિકાર કરવામાં આવતો હતો.
મહર્ષિ આંદોલનને નાણામંત્રી બેંજામિન ફેલ્ડમેને કહ્યું કે, રામ ગરીબી દૂર કરવામાં ખુબ જ મદદગાર થઈ શકે છે. તેણે વધારે ભાર આપીને કહ્યું હતું કે ખેતીમાં તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવો જોઈએ.
રામ મુદ્રા સામાન્ય રીતે વર્ડ પીસ બોન્ડના રૂપમાં જાણીતી છે. યૂરોપમાં તે 10 યૂરોની બરાબર હતી. જ્યારે અમેરિકામાં તે 10 ડોલર થઈ જતી હતી. મુદ્રાનો ઉપયોગ સંગઢન દ્વારા શાંતિ મહેલોના નિર્માણ માટે કરવામાં આવ્યો હતો.
કહવેમાં આવે છે કે 24 ફેબ્રુઆરી 2002થી રામ મુદ્રાના લેવડ દેવડની શરૂઆત થઈ હતી. વૈદિક સિટીના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે અમેરિકા સિટી કાઉન્સિલે આ મુદ્રાને સ્વિકાર તો કરી હતી પરંતુ સત્તાવાર રીતે તેને ક્યારેય ટેન્ડર ન આપ્યું. એટલે કે અમેરિકા અને નેધરલેન્ડની સેન્ટ્રલ બેન્કોએ રામ મુદ્રાને ક્યારેય સત્તાવાર મુદ્રા ન માની.