આમ તો માર્કેટમાં હંમેશાં ફળની કિંમત વધુ હોય છે. પરંતુ જો કોઈ ફળ 200થી 300 રૂપિયા પ્રતિ કિલો મળવાનું શરૂ થાય તો આપણે તેનો ભાવ વધારે લાગવા લાગે છે. તો વિચારો કે તમારે કોઈ ફળ માટે લાખો રૂપિયા ચૂકવવા પડે તો તમે શું કરો? કારણ કે દુનિયામાં આવા ઘણાં ફળો છે કે જેના સાંભળીને તમે વિશ્વાસ નહીં કરી શકો. તેની ખરીદી તો દૂરની જ વાત છે.
‘તાઈયો નો તમાગો’ એગ ઓફ ધ સન તરીકે પણ ઓળખાય છે. તે આ પ્રકારની એક કેરી છે, જેને વિશ્વની સૌથી મોંઘી કેરી કહેવામાં આવે છે. આ કેરીનો એક કિલોનો ભાવ ત્રણ લાખ રૂપિયાથી વધુ છે.
યુબરી ટેટી એ વિશ્વનું સૌથી મોંઘું ફળ છે. આ ફળ જાપાનમાં પણ ઉગાડવામાં આવે છે અને ત્યાં જ વેચાય છે. યુબરી ટેટીની એક જોડીની કિંમત આશરે 20 લાખ રૂપિયા છે.
વિશ્વમાં ફક્ત ગોળાકાર જ નહીં પણ ચોરસ તરબૂચ પણ છે. તે જાપાનમાં ઉગાડવામાં આવે છે. આવા ચોરસ તરબૂચની કિંમત આશરે 60 હજાર રૂપિયા છે.
પીળા દેખાતા આ અનાનસ દુનિયાના સૌથી મોંઘા ફળ છે. તૈયાર થવા માટે લગભગ બે વર્ષનો સમય લાગે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત એક અનાનસની કિંમત આશરે એક લાખ રૂપિયા છે.
રૂબી રોમન દ્રાક્ષ જાપાનની વિકસિત પ્રજાતિ છે. દ્રાક્ષની આ પ્રજાતિ જાપાનનું સૌથી મોંઘા ફળ છે. આ દ્રાક્ષની એક લૂમ સાત લાખ રૂપિયાથી પણ વધારે ભાવમાં મળે છે.