આ છે દુનિયાના સૌથી અમીર મહિલા, પોતાના દમ પર અબજોના માલિક

WORLD

શુ તમે જાણો છો કે દુનિયાની સૌથી અમીર મહિલા કોણ છે. જો નથી જાણતા તો તેનું નામ છે ફ્રૈકોઇસ બેટનકોર્ટ છે. જે દુનિયાની સૌથી અમીર મહિલા છે. જોકે, દુનિયાના ટોપ અરબપતિઓની યાદીમાં તેમનુ નામ 15માં સ્થાન પર છે. તે સિવાય 14 એવા પુરૂષ છે જેમની સંપતિ બેટનકોર્ટથી વધારે છે. એક ખબર મુજબ અરબપતિઓની યાદીમાં બ્યુટી પ્રોડક્ટ્સ કંપરની લોરેલની વારિસ ફ્રૈંકોઇસ બેટનકોર્ટને સેલ્ફ મેડ એટલે તેના દમ પર કરોડપતિ બનાવાની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

તેમની કુલ સંપતિ 5250 કરોડ ડોલર છે. ભારતી રૂપિયા અનુસાર તેમની સંપતિ આશરે 3.72 લાખ કરોડ રૂપિયા છે. બેટનરોર્ટ લોરેલના સંસ્થાપક યુજીન શુએવલરની પ્રપૌત્રી છે અને 1997થી કંપની બોર્ડની સદસ્ય છે. બેટનકોર્ટ મેયર્સે તેની માતા લિલિયન બેટેનકોર્ટની સપ્ટેમ્બર 2017માં મોત થઇગયા બાદ ગત વર્ષથી અરબપતિઓની યાદીમાં સામેલ થયા હતા તેમની સંપતિમાં આશરે 7.1 બિલિયન ડોલરનો વધારો થયો છે.

બેટનકોર્ટ ગત વર્ષે આ યાદીમાં બીજા સ્થાન પર રહ્યા હતા અને દુનિયાના બીજા સૌથી અમીર મહિલા હતા. જણાવી દઇએ ઘણા વર્ષો સુધી તે દુનિયાના સૌથી અમીર મહિલા હતા.

તેમની માતનું નામ લિલિયન બેટનકોર્ટ હતું. જેમનુ 2017માં 94 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું તે ભૂલવાની બીમારી ડિમેંશિયા અને અલ્જાઇમરથી પીડિત હતા. લિલયન બેટનકોર્ટ લોરિયલ કોસ્મેટિક્સ શરૂ કરનાર યુજીન સ્ક્યુલરના એક સંતાન હતી. કંપનીના ચેરમેન અને સીઇઓ જીન-પૉલ એગોનને કહ્યું કે તે હંમેશા કંપનીના વેપાર ધ્યાન રાખતા હતા. કંપનીની સફળતામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *