આ છે દુનિયાનું સૌથી મોંઘુ પાણી, એક બોટલની કિંમતમાં આવશે મર્સિડિઝ

nation

માનવજીવનમાં પાણી એવી વસ્તુ છે જે ખાસ જરૂરી છે. કહેવાય છે કે જળ જ જીવન છે. ડોક્ટર્સ પણ ખાસ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે. પહેલા તો સરળતાથી પાણી મફતમાં મળતુ હતું. હવે બોટલમાં વેચાય છે. અનેક દેશમાં પાણી અલગ અલગ ભાવે મળે છે. પણ શું તમે જાણો છો દુનિયામાં વેચાતી પાણીની ખાસ બ્રાન્ડ્સ વિશે જેના બદલામાં તમે એક મર્સિડિઝ ખરીદી શકો છો.

આ છે પાણીની સૌથી મોંઘી બ્રાન્ડ

Acqua di Cristallo Tributo a Modigliani દુનિયાનું સૌથી મોંઘું પાણી છે. તેની 750 mlની બોટલની કિંમત 6000 ડોલર એટલે કે લગભગ 4 લાખ રૂપિયાથી વધુ છે. આ પાણી ફિઝી અને ફ્રાન્સમાં એક નેચરલ સ્પ્રિંગથી આવે છે. તેની બોટલ 24 કેરેટ સોનાથી બનેલી હોય છે. આ બોટલનું પેકિંગ મોંઘું રહે છે.

આ પાણી ઘટાડે છે વજન

Kona Nigari Water હુવાઈમાં મળે છે. આ પાણી પ્લાસ્ટિકની બોટલમાં જ વેચાય છે. તેને વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનાથી એનર્જી વધે છે અને સ્કીનમાં પણ નિખાર આવે છે. આ પાણી હવાઈ દ્વીપથી આવે છે અને અન્ય પાણી કરતા ઝડપથી હાઈડ્રેટ થાય છે. તેની 750 મીલી બોટલની કિંમત 29306 રૂપિયાની છે.

ફિલિકો જ્વેલ વોટર

આ એક જાપાની વોટર બ્રાન્ડ છે. તેને સ્વોરોવસ્કી ક્રિસ્ટલથી સજાવવામાં આવી છે જે એક સારી ગિફ્ટ બની શકે છે. માર્કેટમાં આ બોટલની લિમિટેડ એડિશન છે. આ બોટલને ગોલ્ડન ક્રાઉનથી કવર કરાઈ છે. આ પાણી ઓસાકાની પાસે રોક્કો માઉન્ટેનથી આવે છે. તેને ગ્રેનાઈટની મદદથી ફિલ્ટર કરાય છે અને તેમાં ઘણો ઓક્સીજન રહે છે. આ પાણીની 750 મીલી બોટલની કિંમત 15000 રૂપિયાથી વધારેની છે.

Bling H20
આ પાણી અમેરિકાથી આવે છે. જેને કુલ 9 સ્ટેપમાં પ્યોરિફિકેશન પ્રોસેસ કરાય છે. આ બોટલને બ્લિંગથી સજાવવામાં આવે છે. તે એક શેમ્પેનની બોટલનો લૂક આપે છે. આ 750 મીલીની બોટલની કિંમત 3000 રૂપિયાની છે.

Leave a Reply

Your email address will not be published.