આ ચાર સમીકરણોના જ લીધે જ જીત્યા મમતા બેનર્જી, પણ ક્યાં ક્યાં છે આ સમીકરણ

DHARMIK

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ચાલી રહેલી મતગણતરીમાં અત્યાર સુધી આવેલા રૂઝાનોમાં તૃણમૂલ કૉંગ્રેસ હેટ્રિક લગાવી રહી છે. મમતા બેનર્જી સતત ત્રીજીવાર પશ્ચિમ બંગાળની સત્તા પર આવ્યા છે. સમાચાર લખાવા સુધી 292 સીટોના રૂઝાનોમાં ટીએમસી 205 અને બીજેપી 84, લેફ્ટ એક અને અન્ય 2 સીટો પર આગળ ચાલી રહી છે. રૂઝાનમાં મમતા બેનર્જીની આટલી મોટી જીત થતા જોઇને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ તરફથી આપવામાં આવેલા ‘અબકી બાર બંગાળ મે 200 પાર’નો નારો સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો છે. તમામ એક્સપર્ટથી વાત કરવા પર જાણવા મળ્યું છે કે ‘4 M’ મમતાની જીતનું પ્રમુખ કારણ બને છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર અને વોટિંગ પર ધ્યાન આપીએ તો મતુઆ, મુસ્લિમ, મહિલા અને મમતાની ઘણી જ ચર્ચા થઈ રહી છે. આ 4 શબ્દોની શરૂઆત Mથી થાય છે, આ કારણે 4Mની ચર્ચા થઈ રહી છે. બીજેપીને આશા હતી કે આ 4M જ તેમને ચૂંટણીમાં જીત અપાવશે, પરંતુ અત્યાર સુધીના રૂઝાનોથી જોઇને લાગે છે કે આ ઊંધું થયું છે. 4Mનો ફાયદો સીધે સીધો મમતા બેનર્જી અને ટીએમસીને થતો જોવા મળી રહ્યો છે.

M ફૉર મતુઆએ PM મોદી પર ના કર્યો સંપૂર્ણ વિશ્વાસ

ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી તરફથી દાવો કરવામાં આવી રહ્યો હતો કે 4M તેમને ફાયદો પહોંચાડશે. 2 કરોડની વસ્તીવાળા મતુઆ સમુદાયના વોટ મેળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોટિંગ માટે બાંગ્લાદેશ પ્રવાસ પર આ સમુદાયના મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા, પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ લાગે છે કે મતુઆ સમુદાયના મોટાભાગના વોટર બીજેપી પર ભરોસો કરવાની જગ્યાએ મમતા બેનર્જીને જ પોતાના નેતા માને છે.

M ફૉર મુસ્લિમ- ઓવૈસી કે બીજા કોઈની વાતોમાં ના આવ્યા

ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી સતત આરોપ લગાવી રહી હતી કે મમતા બેનર્જી મુસ્લિમ તુષ્ટીકરણ કરે છે. મમતા બેનર્જીએ ચૂંટણી મંચથી મુસ્લિમોને એકજૂટ રહેવાનો સંદેશ આપ્યો, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હિંદુઓને બીજેપીનો સપોર્ટ કરવાનો સંદેશ આપ્યો. બીજેપીને હતું કે મુસ્લિમોના વોટ મમતાના પક્ષમાં જવાથી હિંદુઓનો એક નિશ્ચિત વોટ પર્સેન્ટેજ બીજેપીને જશે, પરંતુ આવું ના થયું. મુસ્લિમ વોટરોને મમતાથી દૂર રાખવા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ અનેક સીટો પર ઉમેદવાર ઉતાર્યા પણ બિહારની માફક અહીં કમાલ ના કરી શક્યા.

M ફોર મહિલાઓએ દીદીનો કર્યો સપોર્ટ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં વોટિંગ દરમિયાન બૂથો પર મહિલાઓની ઘણી ભીડ જોવા મળી હતી. વોટિંગ માટે મહિલાઓનો ઉત્સાહ જોઇને બીજેપીને આશા હતી. વોટિંગ માટે મહિલાઓના ઉત્સાહને જોઇને બીજેપીને આશા હતી કે આ સપોર્ટ તેમના ઉમેદવારોને મળસે, પરંતુ આવું થતુ જોવા નથી મળી રહ્યું. ગત વર્ષે બિહાર વિધાનસભામાં ચૂંટણી બૂથો પર મહિલાઓની ઘણી સંખ્યાનો ફાયદો બીજેપી અને નીતિશ કુમાર થયો હતો.

M ફોર મમતા બેનર્જીની છબિ ઝાંખી ના કરી શકી બીજેપી

મમતા બેનર્જી ‘જયશ્રી રામ’ વિશે નારાથી સાર્વજનિક મંચો પર ચીઢે છે. આ કારણે બીજેપી સમગ્ર ચૂંટણી પ્રચારમાં તેમને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયત્ન કરતી રહી. આના જવાબમાં મમતા બેનર્જીએ ચૂંટણી મંચથી ચંડી પાઠ કર્યો. જ્યારે મમતાને બીજેપી મુસ્લિમ ગણાવી તો તેમણે જણાવ્યું કે તેઓ બ્રાહ્મણ છે અને શાંડિલ્ય ગોત્રની છે. સહાનુભૂતિ વોટ માટે મમતાએ વ્હિલચેરનો મોટો દાવ ખેલ્યો. આ તમામ દાવ તેમના પક્ષમાં રહ્યા.

Leave a Reply

Your email address will not be published.