આ છ પ્રકારની સ્ત્રીઓ હોય છે ઉત્તમ, ખુલી જાય છે ઘરનું સૌભાગ્ય

DHARMIK

પુરુષ માટે સુખી જીવનનો આધાર મુખ્યત્વે તેની પત્ની હોય છે. કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે તેના આગમનથી જ ઘરનું સૌભાગ્ય ખુલી જાય છે. કહેવાય છે કે સ્ત્રી એ બે કુંટુંબને તારે છે. પિતાનું અને પતિનું. આ વિશેષ સ્ત્રીઓમાં વિશેષ લક્ષણ હોય છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રીમાં આ છ પ્રકારના લક્ષણ હોય તે ઘરને સ્વર્ગ બનાવી દે છે. તેના પતિની નામના વધે છે. સમાજમાં આવી સ્ત્રીઓ ભારે માનપાન ભોગવે છે. તો ચાલો જાણીએ આ પાંચ પ્રકારની સ્ત્રીઓ વિશે….

શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રીઓ દુનિયાદારીનું ધ્યાન રાખનારી સતર્ક હોય, અન્યનું સન્માન કરનારી, ધાર્મિક પ્રવૃત્તિની હોય, સામાજિક જવાબદારીઓ નિભાવનારી હોય, પતિને સાચી સલાહ આપનારી હોય, બચત કરનારી હોય તે ઉત્તમ હોય છે. આવી સ્ત્રી જે પતિને મળે છે તેનું ભાગ્ય ખુલી જાય છે. તે પરિવારમાં તેમજ સમાજમાં અતિ નામના મેળવે છે.

ચાલો જાણીએ આ સ્ત્રીઓ વિશે વિગતવાર

સતર્ક સ્ત્રીઓઃ
શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રીઓ કામકાજી ન હોય પરંતુ સામાજિક હાલાત અને દુનિયાદારી વિશે પૂરી માહિતી રાખતી હોય તે બેહદ જરૂરી છે. જો કોઈ સ્ત્રી આવા લક્ષણો વાળી હોય તો તે પોતાના પરિવારનું યોગ્ય પ્રકારે ધ્યાન રાખી શકે છે. તે જાગરુક હોવાથી પરિવારને સારી એવી સજાગતા પ્રાપ્ત થાય છે. જે લાભકારી નિવડે છે.

અન્યનું સન્માન કરનારીઃ
જ્યારે વ્યક્તિ લગ્ન કરે છે ત્યારે તે પોતાની પત્નીમાં ચોક્કસ ગુણોની અપેક્ષા રાખે છે. સ્ત્રીના વર્તાવનું બેહદ મહત્વ છે. જે સ્ત્રી અન્યનું સન્માન કરે ચે તે પોતાના પરિવાર માટે અને પતિ માટે નસીબદાર સાબિત થાય છે.

ધાર્મિક પ્રવૃત્તિનીઃ
જે સ્ત્રી ધાર્મિક પ્રવૃત્તિની હોય તો તે પરિવાર માટે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ સ્ત્રીઓ સન્માર્ગે ચાલે છે અને પોતાના પતિ તેમજ પરિવારને પણ સન્માર્ગે ચાલવા પ્રેરે છે. આથી આવી સ્ત્રીઓ સૌભાગ્યશાળી હોય છે.

સામાજિક જવાબદારી નિભાવનારીઃ
જે સ્ત્રી પોતાની સામાજિક જવાબદારીઓ માટે સભાન હોય, અને તે બખૂબી નિભાવતી હોય તો તે ઉત્તમ માનવામાં આવે છે. આવી સ્ત્રીને પામવાથી પુરુષના માન સન્માનમાં વિશેષ વધારો થાય છે.

યોગ્ય સલાહ આપનારીઃ
જે સ્ત્રીમાં સારા નરસાંની પરખ હોય, વિવેક બુદ્ધિ હોય અને તે પોતાના પતિને હમેંશા સાચી સલાહ આપનારી હોય તે સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ સારા કર્મોની કરનારી પોતે ઉર્ધ્વગામી જનારી અને પરિવારને પણ ઉજ્જવળતાના માર્ગે લઈ જનારી હોય છે.

બચત કરનારીઃ
જે સ્ત્રી ઘરની નાણાંકિય સ્થિતિ વિશે જાગરૂક રહેતી હોય, નાણાં કે ધનનો ખોટો વેડફાટ કરનારી ન હોય, મહેનતું અને બચત કરનારી સ્ત્રી પરિવારને મજબૂત બનાવે છે. મુશ્કેલીના સમયમાં પતિનો એવો મજબૂત આધાર બનીને બહાર આવે છે કે ન પૂછો વાત. આવી સ્ત્રીઓ સૌભાગ્યશાળી માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.