આ બોલ્ડ અભિનેત્રીને લિફ્ટમાં જોતા જ રામ ગોપાલ વર્માએ કરી નાંખી ફિલ્મ ઓફર

BOLLYWOOD

અભિનેત્રી અનિકા સોટી(Anaika Soti) આજે તેનો 30મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ આજના દિવસે એટલે કે 14 જાન્યુઆરી 1991ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો. તે ઉત્તરપ્રદેશની છે, પરંતુ તેને તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવ્યું છે. અનિકાએ વર્ષ 2013માં રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘સત્યા 2’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તે પછી તેણે બોલિવૂડ છોડી દીધું અને દક્ષિણની ફિલ્મોમાં પોતાનું કરિયર શરૂ કર્યું.

પછીની વાત કરીએ તો 2014થી તે એક તેલુગુ અને 3 તમિલ ફિલ્મોમાં દેખાઇ છે. આ સિવાય તેની બેગમાં હજુ 2 તમિલ ફિલ્મો છે, જે આ વર્ષે રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે અનિકા સોટીના જન્મ પછી, તેનો પરિવાર લખનૌથી હોંગકોંગમાં ચાર વર્ષ માટે સ્થળાંતર થયો હતો. ત્યારબાદ હોંગકોંગથી પરત આવતાની સાથે જ તેનો પરિવાર મુંબઇ આવ્યો હતો. આ દરમિયાન તેની હાઇ સ્કૂલ પૂર્ણ કરવા માટે મલેશિયા જતા પહેલા તે મુંબઈની એક લિફ્ટમાં ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માને મળી અને જીવન બદલાઈ ગયું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રામ ગોપાલે અનિકાને પહેલી જ વખત જોઈને તેને તેની ફિલ્મ સત્યા 2 માટે ઓફર આપી. પહેલા અનિકાએ અભિનયમાં વધારે રસ દાખવ્યો ન હતો, પરંતુ પાછળથી જ્યારે રામ ગોપાલનો ફરી સંપર્ક થયો ત્યારે તે ફિલ્મ માટે તૈયાર થઈ ગઈ. સત્યા 2 ફિલ્મ બાદ તે કોઈપણ હિન્દી ફિલ્મોમાં જોવા ન મળી હતી. અનિકા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને આ પ્લેટફોર્મ દ્વારા તેના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *