બોલિવૂડ સેલેબ્સના લગ્નને લઈને હાલમાં તેમના ફેન્સની વચ્ચે ખૂબ જ મોટો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલમાં કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને લઈને ખૂબ જ ચર્ચા છે. જો કે બંનેએ આ માટેની કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી, લગ્નના મહેમાનોથી લઈને લગ્નની તૈયારીઓ સુધી અનેક બાબતો કન્ફર્મ થઈ ચૂકી છે. આ લગ્નને બી ટાઉનના મોસ્ટ અવેટેડ લગ્ન ગણાવવામાં આવી રહ્યા છે.
રણબીર – આલિયાના લગ્ન પણ ચર્ચામાં
બોલિવૂડમાં કેટ- વિક્કીના લગ્નની સાથે સાથે રણબીર – આલિયા ભટ્ટના લગ્નની રાહ તેમના ફેન્સ જોઈ રહ્યા છે. કેટલાક દિવસોથી ન્યૂઝ આવી રહ્યા હતા કે ડિસેમ્બર 2020માં સગાઈ સમયે બંને આવનારા વર્ષે એટલે કે 2021માં લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે રણબીર અને આલિયાને હાલમાં વર વધૂ બનવામાં થોડો વધારે સમય લાગી શકે છે. કેમકે બંને તેમના લગ્નને કેન્સલ કરી રહ્યા છે.
આ કારણે લીધો મોટો નિર્ણય
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને વર્ષ 2020થી વધારે સમાચાર મીડિયામાં આવી રહ્યા છે. પહેલા વર્ષ 2021ના જાન્યુઆરી, પછી એપ્રિલ કે જૂનમાં સગાઈ અને ફરી ડિસેમ્બરમાં રાજસ્થાનમાં સગાઈ અને વર્ષ 2021માં લગ્ન, પણ હવે નવું અપડેટ આવી રહ્યું છે જેના આધારે જાણવા મળી રહ્યું છે કે આલિયા અને રણબીર કપૂર પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સને લઈને બીઝી છે.
ક્યારે થશે લગ્ન
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના લગ્નને ખાસ બનાવવા ઈચ્છે છે. બંને ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છે છે પરંતુ તેની તૈયારી અને એરેન્જમેન્ટ્સને માટે થોડો વધારે સમય લાગી શકે છે. આ માટે બંને આવનારા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે.
લગ્ન બાદ લાંબી રજા પર હશે રણબીર – આલિયા
મળતી માહિતિ અનુસાર રણબીર – આલિયા લગ્ન બાદ લાંબી રજા પર રહેશે. આ માટે લગ્ન પહેલા તેઓ તેમના તમામ કામને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બંને વ્યક્તિઓ વિક્કી અને કેટરિનાના લગ્નમાં પણ સામેલ થઈ શકે છે.