રાજ કુંદ્રા BP ફિલ્મો બનાવવા માટે હાલ પોલીસ કસ્ટડીમાં છે. દરરોજ આ કેસમાં નવા નવા ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. હાલમાં જ રાજ કુંદ્રાની BP ફિલ્મ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાજ પર BP ફિલ્મો બનાવવાનો અને કેટલીક એપ્સ પર બતાવવાનો આરોપ છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલમાં લાંબી પુછપરછ બાદ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઇ પોલીસ રાજને આ કેસમાં મુખ્ય ચહેરા તરીકે માની રહી છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. આ બાબતે દરેકની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ મીકા સિંહ અને રાખી સાવંત કહે છે કે સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. રાજ કુંદ્રાને ફસાવવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે.
દરમિયાન, બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યો છે કે તે તેને BP ફિલ્મ ઉદ્યોગમાં લાવવામાં મહત્વની ભૂમિકા રાજની છે. શર્લિનની સાથે પૂનમ પાંડેએ પણ રાજ કુંદ્રા સાથે કરાર કર્યો હતો. શેર્લીને રાજ કુંદ્રાના ઘણા પ્રોજેક્ટ્સ માટે કામ કર્યું છે, જેના માટે તેને એક મોટી રકમ આપવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ પાંડેએ રાજ કુંદ્રાની કંપની આર્મસ્પ્રાઇમ મીડિયા સાથે કરાર કર્યો હતો. કરાર પૂરો થયા પછી કુંદ્રા આઠ મહિના સુધી પૂનમ પાંડેની સામગ્રીનો ઉપયોગ કરી રહ્યો હતો. જ્યારે પૂનમને આ બાબતની ખબર પડી ત્યારે તેણે કુંદ્રા અને આર્મ્સપ્રાઇમ મીડિયા વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવી. જવાબમાં, કુંદ્રા અને તેના સાથી સૌરભ કુશવાહાએ સામગ્રીનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તેમને કોઈ નોટીસ મળી નથી.
શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા ઉપર પણ આરોપ લગાવ્યો છે કે BP ફિલ્મ ઉદ્યોગમાં હોવા પાછળ રાજનો મોટો ફાળો છે. તપાસ દરમિયાન ખબર પડી કે શર્લિન એક પ્રોજેક્ટ માટે આશરે 30 લાખ મેળવતી હતી અને તેણે કુંદ્રા માટે 15 થી 20 પ્રોજેક્ટ્સ કર્યા છે.