ઘણી વાર, કામમાં ઉતાવળ અને દોડાદોડીમાં કેટલીક વસ્તુઓ આપણા હાથમાંથી (Fall Down) પડી જાય છે. જેનાથી તમારે પરેશાન થવાની જરૂર નથી પરંતુ જો તમારા હાથમાંથી કેટલીક વસ્તુઓ વારંવાર પડી જાય છે તો તે અશુભ ( inauspicious)સંકેતોની નિશાની હોઈ શકે છે. જો આવું થઇ રહ્યું છે તો તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
વારંવાર હાથમાંથી વસ્તુ પડવાના સંકેતો
જ્યોતિષ શાસ્ત્ર (Jyotish)અનુસાર, હાથમાંથી વસ્તુઓની વારંવાર પડવા અથવા છૂટી જવું એ સંકેત આપે છે કે તમારો કોઇ ગ્રહ ભારે છે (Inauspicious Signs). હાથથી વસ્તુઓનો પડી જવી પણ વાસ્તુ દોષ બતાવે છે. જાણો કોઈ વસ્તુના હાથમાંથી પડવાનો અર્થ અને સંકેત શું છે.
ઉકળતા દૂધનું પડવું
વાસ્તુ મુજબ ઉકળતા દૂધનું વારંવાર ઢોળાઇ જવું એ સંકેત છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઓછી થશે. જ્યારે તે કુટુંબમાં લડાઇ અને ઝઘડા પણ બતાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઉકળતા દૂધના ઢોળાઇ જવાના કારણે પણ ઘરમાં આર્થિક સમસ્યા આવે છે.
મીઠું ઢોળાઇ જવું
જો તમારા હાથમાંથી મીઠું વારંવાર પડે છે, તો તેનો અર્થ એ કે તમારા શુક્ર અને ચંદ્ર ગ્રહો નબળા છે. શુક્રના નબળા થવાને કારણે વૈવાહિક જીવનમાં મુશ્કેલી ઉભી થાય છે, ચંદ્ર નબળાઇ જવાથી વ્યક્તિ શ્વસન રોગોથી પીડાય છે.
અનાજનું પડવું
ઘઉં, ચોખા અથવા અન્ય કોઈ અનાજનું વારંવાર પડવું અશુભ સંકેતો માનવામાં આવે છે. અનાજ પડવાથી અન્નપૂર્ણા દેવી ગુસ્સે થઈ જાય છે. તેથી જ્યારે પણ અનાજ જમીન પર પડે ત્યારે તેને ઉપાડીને કપાળ પરથી લગાવો અને ભૂલ માટે માફી માંગો.
તેલ ઢોળાઇ જવું
જો વારંવાર ખોરાક બનાવતી વખતે જો તમારા હાથમાંથી તેલ ઢોળાઇ જાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા પરિવાર પર મોટો સંકટ આવશે. ઉપરાંત, તમારા પર દેવાના બોજ પણ વધી શકે છે.
પૂજાની થાળી
પૂજા અથવા આરતી કરતી વખતે હાથથી પૂજા ની થાળી પડવી અશુભ માનવામાં આવે છે. આનો અર્થ એ કે ભગવાનને તમારી પૂજા સ્વીકાર્ય નથી. પૂજાની થાળીને હાથાંથી પડી જવી તે પણ સંકટ સૂચવે છે. આવી સ્થિતિમાં, ભગવાનને પ્રાર્થના કરો અને ક્ષમા માંગી લો.
સિંદૂર પડવું
જો સિંદૂર તમારા હાથમાંથી વારંવાર પડી જાય છે, તો આ ખૂબ જ ખરાબ નિશાની છે. આ તમારા પતિ ઉપર આવી રહેલી દુર્ઘટના તરફ ઇશારો કરી રહી છે. તે પૈસા અને ધંધામાં પણ નુકસાનનું સૂચક છે.