કેટલાક લોકો ખુબજ લાગણીશીલ હોય છે તેઓ દરેક નિર્ણયને દિલથી લેતા હોય છે. આ માટે ઘણીવખત તેમને મોટી કિંમત ચુકવવી પડતી હોય છે આમ છતાં તેઓ દિલથી જ કામ લેતા હોય છે. તમે ક્યારેક જોયુ હશે કે લાગણીશીલ હોવાના કારણે તેમને ખુબ સહન કરવુ પડ્યુ હોય આમ છતા તેઓ લાગણી થી જ કામ કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવી 5 રાશિ છે જેઓ ખુબજ લાગણીશીલ છે.
મિથુન રાશિ
આ રાશિના જાતકો કોઇને દુ: ખ થાય તેવુ કરતા નથી. તેમનો સ્વભાવ ખુબજ હસમુખો હોય છે. ખુલ્લા વિચારોના કારણે તેઓ પોતાના પાર્ટનર પર અડધા અડધા થઇ જતા હોય છે. તેઓ ગમે તે સ્થિતિમાં તેમના પાર્ટનરનો સાથ નથી છોડતા.
સિંહ રાશિ
આ રાશિના જાતકો ખુબજ ઇમાનદાર હોય છે. પોતાના પાર્ટનર સાથે જોડાયેલ રહે છે. પ્રેમ અને કાળજી રાખવામાં આ જાતકો અવ્વલ હોય છે. તેમની સરખામણી કોઇ કરી શકતુ નથી. તેઓ ખુબજ લાગણીશીલ હોય છે અને આસપાસના લોકો પણ લાગણીથી વર્તે એવુ ઇચ્છતા હોય છે.
મેષ રાશિ
આ રાશિના જાતકો પાર્ટનરને પોતાના તરફ આકર્ષિત કરવા અને પોતે કેટલો પ્રેમ કરે છે તે દર્શાવવા કોઇ કસર છોડતા નથી. મંગળ ગ્રહની અસર હોવાના કારણે આ જાતકોને ગુસ્સો ખુબ જ જલ્દી આવી જતો હોય છે.
તુલા રાશિ
આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના જાતકો તેમના પાર્ટનરને ખુબજ પ્રેમ કરતા હોય છે. આ રાશિના જાતકો આત્મસન્માનથી છલોછલ ભરેલા હોય છે. તેમને પોતાના શરતોથી જીવન જીવવુ ગમે છે કોઇ તેમનામાં દખલગીરી કરે તો તે તેમને પસંદ આવતુ નથી.
કર્ક રાશિ
આરાશિના જાતકો ખુબજ લાગણીશીલ હોય છે. તેઓ ખુબજ નાજુક દિલના હોય છે. પોતાના પાર્ટનરને ખુશ રાખવા શક્ય હોય તેટલા પ્રયત્નો કરે છે. તેઓ પોતાના પાર્ટનરની સાથે ક્યારેય તકરાર કરતા નથી.