આ પાંચ લોકો પાસે ક્યારેય નથી ટકતી મા લક્ષ્મી, જાણી લો નહિં તો પસ્તાશો

DHARMIK

દિવાળી પર દરેક ઈચ્છે છે તેના પર મા લક્ષ્મીની કૃપા વરસે. આખું વર્ષ શુભ નિવડે અને ધન-લાભનો મોકો મળતો રહે. તમારી આ ચાહત પૂર્ણ થઈ શકે છે. એમાં કોઈ મોટી વાત નથી. પણ એના માટે શાસ્ત્રોમાં બતાવેલી કેટલીક વાતો પર ધ્યાન આપવું પડશે.

એક વાર દેવી રુક્ષ્મણી જે સ્વયં લ્ક્ષ્મી સ્વરૂપ છે તેણે મહાલક્ષ્મીને પૂછ્યું કે દેવી આપ ક્યાં મનુષ્ય પર કૃપા કરો છો. રુક્ષ્મણીએ પ્રશ્નનો સાંભળીને દેવી લક્ષ્મીએ ઉત્તર આપ્યો કે જે મનુષ્ય પોતાની વાણી પર નિયંત્રણ રાખે છે અને જરૂરિયાત અનુસાર ઉચિત શબ્દો જ બોલે છે તેના પર હું પ્રસન્ન રહું છું. એવા મનુષ્ય મારી કૃપાનું પાત્ર બને છે.

મા લક્ષ્મી કહે છે કે જે વ્યક્તિ લોભ ત્યાગ કરીને ઉદારતાનો સાથ અને બીજાની સહાયતા કરે છે હું એના પર સદાય કૃપા કરું છું. મનુષ્યે બદલાની ભાવનાનો ત્યાગ કરીને જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરવી જોઈએ.

ક્રોધ બુદ્ધિનો નાશ કરી દે છે. મનુષ્ય ઉચિત-અનુચિતનું જ્ઞાન ભૂલી જાય છે. પરિણામ સ્વરૂપ તે એવું કામ કરી બેસે છે જેનાથી ઘરમાં આવેલી લક્ષ્મી રૂઠી જાય છે. તેથી જે મનુષ્ય લક્ષ્મી કૃપા ઈચ્છે છે એણે ક્રોધ પર કાબૂ રાખવો જોઈએ.

જે મનુષ્ય આળસ કરે છે તે ક્યારેય લક્ષ્મી કૃપા પ્રાપ્ત નથી કરી શકતો. તેથી મનુષ્યે આળસ ન પોતાના પર હાવી દેવા ન દેવી જોઈએ. મોહ અને કામનો ત્યાગ કરીને પરિશ્રમ કરે છે તેના પર ક્યારેય લક્ષ્મી નથી રૂઠતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *