આ 5 જગ્યાઓ મહિલાઓને ફરવા માટે છે એકદમ જોરદાર, મહિલા ગેંગ સાથે બનાવી શકો પ્લાન

GUJARAT

કોરોનાને કારણે લાંબા સમયથી લોકો ફરવા ગયા નથી. આ દિવસોમાં ઘરના સભ્યો પણ વધુને વધુ સમય ઘરે રહ્યા છે તેથી મહિલાઓનું કામ ઘણું વધી ગયું હશે. ત્યારે તમારી મહિલા ગેંગ સાથે પરિવાર અને પરિવારથી દૂર જવું હોય તો એવા પાંચ સ્થળો વિશે અમે જણાવીશું જ્યાં તમે સલામત વાતાવરણમાં ચિંતા કર્યા વગર તમારી મહિલા ગેંગ સાથે જઈ શકો.

જો તમે કોઈ સુંદર જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો, તો શિલોંગ તમારા માટે શ્રેષ્ઠ છે. મેઘાલયમાં સ્ત્રી વર્ચસ્વ ધરાવતો સમાજ હોવાને કારણે અહીં મહિલાઓને ખુલ્લું વાતાવરણ મળે છે. અહીં રાત્રે પણ એકલા ફરવામાં કોઈ વાંધો નથી આવતો. કુદરતી સ્થળો સિવાય તમે અહીં ઘણું જોઈ શકો છો. અહીંના બજારો પણ ખૂબ સારા છે.

ગુવાહાટી

ગુવાહાટી મહિલાઓ માટે ખૂબ જ સલામત શહેર છે. લોકો અહીં કામાખ્યા માતાની મુલાકાતે આવે છે. તે શહેરમાં માતાનું મંદિર ખૂબ પ્રખ્યાત હોવાથી સ્ત્રીઓના આદરની કાળજી બીજી જગ્યા કરતા અહીં થોડી વધારે લેવામાં આવે છે. જો તમને ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં રસ છે, તો તમારે પાક્કું અહીં જવું જોઈએ.

સશક્ત મહિલાઓ વિશે વાત કરવાની હોય અને કેરળનો ઉલ્લેખ ન થાય એ અશક્ય છે. કેરળમાં મહિલાઓને ખૂબ આદર સાથે જોવામાં આવે છે. મુન્નાર એ કેરળની એક સુંદર જગ્યા છે. મુન્નારના ચાના બગીચાઓમાં ચાલવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. આ સિવાય તમે પર્વતો અને બગીચાઓ વચ્ચે સુંદર તસવીરો પણ પાડી શકો છો.

વારાણસી

વારાણસી એ મહાદેવના રંગમાં રંગાયેલું શહેર છે. અહીંની એનર્જી જ કંઈક અલગ છે. મંદિરો અને ઘાટ પર તમને અહીં વિવિધ સ્થળોએ ઘણી મહિલાઓ જોવા મળશે. અહીં ગયા પછી તમારે કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં કારણ કે મહાદેવ પોતે જ તમારી રક્ષા કરશે. મહિલાઓ માટે આધ્યાત્મિકતામાં ડૂબી જવા માટે આ સ્થાન શ્રેષ્ઠ છે.

ગોવા

જો તમે યુવતી છો અને તમારી ગર્લ ગેંગ સાથે મસ્તી કરવાનો કોઈ પ્લાન છે તો તમે ગોવા પણ જઈ શકો છો. ગોવા એક એવું સ્થળ છે જ્યાં દરેક તેના મનોરંજનમાં ડૂબી જાય છે. ત્યાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ જ દખલ કરતું નથી અને આ જગ્યાએ યુવતીઓ વિવિધ સ્થળોએથી ફરવા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *