આ ત્રણ રાશિની યુવતિઓ સાથે કરી લેજો ચટ મંગની પટ શાદી, ખુલી જશે ભાગ્ય

DHARMIK

શું તમારા પણ લગ્નની વાત ચાલી રહી છે ? આ વર્ષમાં તમારે પણ કરી લેવા છે લગ્ન ? તો આ વાતોનું ધ્યાન રાખવું તમારા માટે જરૂરી છે. લગ્નનો નિર્ણય કરતી વખતે એ જાણવું જરૂરી છે કે જેને તમે જીવનસાથી તરીકે જેને પસંદ કરો છો તે તમારા માટે કેટલી ભાગ્યશાળી છે. એટલા માટે જ લગ્ન પહેલાં કન્યા તેમજ યુવકના પરીજનો બંનેની કુંડળીનો મેળાપ કરે છે. જો યુવક-યુવતીના ગુણ એકબીજાને મળતાં હોય તો જ લગ્નની વાત આગળ વધે છે.

જો કે જ્યોતિષ શાસ્ત્ર અને કુંડળીનો આધાર રાશિઓ પર સૌથી વધારે હોય છે. આ શાસ્ત્ર અનુસાર બાર રાશિઓમાંથી ત્રણ રાશિ અત્યંત ખાસ છે. આ ત્રણ રાશિની યુવતિઓ તેના પતિ માટે શ્રેષ્ઠ જીવનસાથી સાબિત થાય છે અને તે પોતાના પતિના ભાગ્યોદયનું પણ કારણ બને છે. તો તમે પણ જાણી લો કઈ કઈ છે આ ત્રણ રાશિ.

મેષ રાશિ
આ યુવતિઓના દિલમાં જે વાત હોય છે તે કહી દે છે. તેઓ પોતાના સાથીને ઝડપથી આકર્ષિ શકે છે. જો કે તેમનો સ્વભાવ રહસ્યમય હોય છે. આ યુવતિઓથી પતિ માટે શ્રેષ્ઠ સાથી સાબિત થાય છે. જ્યારે પણ પતિને તેની જરૂર હોય છે તે હાજર રહે છે. ખરાબ સમયમાં પણ તે પોતાના સાથીનો સાથ છોડતી નથી. આ રાશિની યુવતિઓની અપેક્ષા ન સંતોષાય તો તેઓ રોષે પણ ભરાય જાય છે. તેઓ પણ પોતાના સાથીને વફાદાર હોય છે.

સિંહ રાશિ
આ રાશિની યુવતિઓમાં અનેક ગુણ હોય છે. તેઓ મજબૂત વ્યક્તિત્વની અને સમસ્યાઓનો સામનો કરવામાં માને છે. આ યુવતિઓ પોતાના સાથી માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ યુવતિઓ પોતાના ઘર-પરિવારની માન-મર્યાદામાં વધારો કરે છે. અન્ય રાશિઓની સરખામણી આ ત્રણ રાશિની યુવતિઓનું લગ્નજીવન માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.

કર્ક રાશિ
આ રાશિની યુવતિઓ ભાવુક હોય છે. પ્રેમ હોય કે લગ્ન આ રાશિની યુવતિઓ તેને ઈમાનજદારીથી નિભાવે છે. આ રાશિની યુવતિઓ તેના પ્રિયપાત્રને બેહદ પ્રેમ કરે છે. તેઓ પોતાના પાર્ટનરને સમર્પિત રહે છે. આ રાશિની યુવતિઓ શરમાળ હોય છે પરંતુ શારીરિક આકર્ષણની બાબતમાં તેઓ પહેલ કરવાનું ચુકતી નથી. આ યુવતિઓ પતિ અને તેના પરિવારને પણ સારી રીતે સાચવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *