હનુમાનજીને સંકટ મોચક કહેવામાં આવે છે. તેમની પૂજા અને વ્રત કરવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. આ સાથે જ તમામ કષ્ટ પણ દૂર થાય છે. કહેવાય છે જે જાતક પર બજરંગબલીની કૃપા થાય છે તેમના તમામ કામ પૂરા થવા લાગે છે. રસ્તામાં આવી રહેલી તમામ અડચણો દૂર થાય છે અને જીવનમાં મુશ્કેલીઓ દૂર થાય છે. જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. આમ તો હનુમાનજીની આરાધના કરવાથી તમામ દુઃખ દૂર થાય છે પણ કેટલીક રાશિના લોકો હનુમાનજીને પ્રિય હોવાથી તેમની ખાસ કૃપા બની રહે છે. તો જાણો તમે પણ 3 રાશિના જાતકોને.
મેષ
આ રાશિ હનુમાનજીને પ્રિય હોય છે. તેમની પર તેઓ સદાય કૃપા બનાવી રાખે છે. બજરંગબલીની કૃપાથી મેષ રાશિના લોકોને ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. એવામાં મેષ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે છે તો તમારે ખરાબ આદતો છોડી દેવી જોઈએ.
સિંહ
હનુમાનજી સિંહ રાશિના લોકો પર વિશેષ મહેરબાન રહે છે. એવામાં આ રાશિના લોકોએ રોજ હનુમાનજીની પૂજા કરવી. આમ કરવાથી તેમના તમામ કષ્ટ દૂર થાય છે. આ સાથે આ રાશિના લોકોને જીવનમાં ક્યારેય આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને ઘરમાં ખુશીનો માહોલ રહે છે.
કુંભ
આ રાશિના લોકોએ નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરવી. તેમની કૃપાથી આ રાશિના કાર્યો સિદ્ધ થાય છે. કાર્યમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી નથી. તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને સાથે જીવનમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી.