આ 2 રાશિને અઢી વર્ષ શનિદેવ કરશે પરેશાન, 30 વર્ષ પછી કુંભમાં

GUJARAT

શનિનું રાશિ પરિવર્તન 29 એપ્રિલ 2022ના રોજ થશે. આ દિવસે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિ 30 વર્ષ પછી આ રાશિમાં ફરી રહ્યા છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે સૂર્યના પુત્ર શનિના રાશિ પરિવર્તનથી ઘણી રાશિના લોકોનું જીવન પ્રભાવિત થવાનું છે. આ દરમિયાન બે રાશિના લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

શનિના રાશિ પરિવર્તન બાદ શનિની સાડાસાતી અને ઢૈય્યા લોકોના જીવનને પ્રભાવિત કરશે. જ્યારે શનિની સાડા સાતીનો સમયગાળો સાડા સાત વર્ષનો હોય છે, તો શનિના ઢૈય્યાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. શનિની રાશિ બદલતાની સાથે જ બે રાશિઓને શનિથી મુક્તિ મળશે તો બે રાશિઓ તેના પ્રભાવમાં આવશે.

શનિના રાશિ પરિવર્તન થતાં જ મિથુન અને તુલા રાશિના લોકોને શનિની ઢૈય્યાથી મુક્તિ મળશે. જો કે, 12 જુલાઈએ, શનિ ફરીથી મકર રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે 17 જાન્યુઆરી, 2023 સુધી રહેશે. એટલે કે મિથુન અને તુલા રાશિના લોકો ફરીથી શનિની છાયામાં આવશે. આ બંને રાશિઓ 17 જાન્યુઆરી, 2023 ના રોજ શનિદેવના પ્રકોપથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે.

આ રાશિઓની મુશ્કેલી વધશે
આ રાશિ પરિવર્તન બાદ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર અઢી વર્ષની મહાદશા શરૂ થશે. તેમજ મીન રાશિના લોકો પર શનિની સાડાસાતીની શરૂઆત થશે અને ધન રાશિના લોકોને તેનાથી મુક્તિ મળશે. આ સમયમાં કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને સાવધાની રાખવાની સલાહ છે.

શનિનું અશુભ પરિણામ હોય તો શું કરવું?
શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દરરોજ સાંજે શનિ મંત્ર ” ૐ શનૈશ્ચરાય નમઃ” નો જાપ કરો. જો પીડા વધુ હોય તો શનિવારે દીપ દાન કરો. ભોજનમાં સરસવનું તેલ, કાળા ચણા અને ગોળનો ઉપયોગ કરો. વધુમાં, સારું વર્તન જાળવી રાખો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *