90 વર્ષની ઉંમરના દાદા પોતાને જીવિત સાબિત કરવા માટે લડી રહ્યા છે લડાઈ, રસપ્રદ છે તેમની કહાની

GUJARAT

ભારતમાં એ કાયદો છે કે, જો તમે મૃતક હોય તો, તમે જમીનના માલિક બની શકતા નથી. જેને કારણે ભારતમાં અનેક લોકોને મૃત તરીકે રજિસ્ટર કરી દેવામાં આવ્યા છે અને તેમને સંપત્તિમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. પણ હજુ પણ એવા લોકો છે કે, જેઓએ આ પ્રકારના કેસો સામે લડત આપી રહ્યા છે. 90 વર્ષીય કૃષ્ણાનંદ સરસ્વતી એક સાધુ છે અને તે આ પ્રકારના કેસનું જીવતું જાગતું ઉદાહરણ છે. જ્યારે તેઓને જાણ થઈ કે, તેઓ પેપર પર મૃત છે, તે તેઓ ચોંકી ગયા હતા. છેલ્લા છ મહિનાથી આ સાધુ સત્તાવાળાઓને સમજાવવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે કે, તે જીવિત છે.

નવેમ્બર 2021માં ડેથ સર્ટિફિકેટ જાહેર કર્યું
90 વર્ષીય વૃદ્ધે આરોપ લગાવ્યો હતો કે, સ્થાનિક જમીન માફિયાએ ફિરોઝાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને નવેમ્બર 2021માં તેમનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવામાં સફળ થયા હતા, અને કથિત રીતે હુમાયુનપુર વિસ્તારમાં મંદિરની જમીન પર કબજો જમાવ્યો હતો, જે તેમના દ્વારા સંચાલિત છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, મંદિર પરિસરમાં 22 દુકાનો છે, અને સાધુ ચાર દાયકાથી વધુ સમયથી મંદિરમાં રહે છે.

મંદિર હડપવા માટે ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું
કૃષ્ણાનંદ સરસ્વતીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે નવેમ્બરમાં ફિરોઝાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મારું મૃત્યુ પ્રમાણપત્ર જારી કર્યું હતું. મને તેના વિશે છ મહિના પહેલા જ ખબર પડી હતી અને ત્યારથી હું સ્થાનિક અધિકારીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે હું જીવિત છું. તે દરમિયાન નકલી દસ્તાવેજના આધારે થોડા લોકો મંદિરની જમીન હડપવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનું હું સંચાલન કરું છું. તેથી મેં આ મામલે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી છે તેમ તેઓએ જણાવ્યું હતું.

સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
આ અંગે બોલતા ફિરોઝાબાદના મ્યુનિસિપલ કમિશનર ઘનશ્યામ મીણાએ જણાવ્યું હતું કે, અમે ગયા વર્ષે જારી કરાયેલ નકલી મૃત્યુ પ્રમાણપત્ર અંગેની ફરિયાદની નોંધ લીધી છે. સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *