9 મિનિટ 26 સેકન્ડ જ્યોર્જની ગળુ દબાવી હત્યા કરનાર પોલિસકર્મીને થઇ 75 વર્ષની સજા

WORLD

અમેરિકામાં થયેલી જ્યોર્જ ફ્લોયડની હત્યાના આરોપી પોલિસને કોર્ટે દોષી જાહેર કર્યો છે. વોશિંગ્ટનની હેનેપિન કાઉન્ટી કોર્ટમાં જ્યુરી સાથે થયેલી 10 કલાકની ચર્ચા પછી આરોપી પોલિસકર્મી ડેરેક ચાઉવિનને તમામ ત્રણ આરોપમાં દોષીત જાહેર કર્યો છે. જ્યુરીએ ડેરેક ચાઉવિન પર ઇરાદાવગરની હત્યા કરવા બદલ તેમજ હત્યા અને બીજા મામલે નિર્મમ હત્યાનો દોષી માનવામાં આવ્યો છે.

કુલ 75 વર્ષની થઇ સજા
અમેરિકી કાયદા અનુસાર બીજા પ્રકારની ઇરાદાવગરની હત્યાના મામલે વધારેમાં વધારે 40 વર્ષની સજા ફટકારવામાં આવે છે. ત્રીજા મામલે હત્યામાં 25 વર્ષની સજા ફટકારવામાં આવે છે. નિર્મમ હત્યાના મામલે 10 વર્ષની સજા કે 20 હજાર ડૉલરનો દંડ ફટકારવામાં આવે છે. આ રીતે જોઇએ તો આરોપી પોલિસકર્મી ડેરેક ચાઉવિનને 75 વર્ષ જેલમાં સબડવુ પડશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે એક સાથે સજા ભોગવવાની રહેશે કે અલગ અલગ.

નિર્ણય વખતે કોર્ટમાં હાજર હતો આરોપી
કોર્ટમાં આ નિર્ણય વખતે પોલિસકર્મી ડેરેક ચાઉવિનને હાથકડી પહેરાવી હાજર રાખવામાં આવ્યો હતો. દોષી જાહેર થતાની સાથે જ તેને મંગળવારે રાત્રે મિનેસોટાની અકમાત્ર સુરક્ષાવાળી જેલ ઓફ પાર્ક હાઇટ્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો. જો તેની તમામ સજાઓ એક સાથે ચાલશે તો આરોપીને ઓછામાં ઓછી 12 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ જેલમાં રહેવુ પડશે.

ફ્લોયડની મોતથી આખુ અમેરિકા સળગી ઉઠ્યુ હતુ
મિનિએસોટામાં અશ્વેત જ્યોર્જ ફ્લાટડની હત્યાથી સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શન થયુ હતુ. આ સમયે પોલિસ પર બર્બરતાના આરોપ લાગ્યા હતા. આ સમયે સ્થિતિ ખુબજ વણસી ગઇ હતી.

વોશિંગ્ટનમાં વાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન હિંસક થતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીક્રેટ બંકરમાં જવુ પડ્યુ હતુ. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં દોષી પોલિસકર્મી તેની ગર્દન પર ધુંટણ દબાવી બેસી ગયો હતો. વીડિયોમાં ફ્લોયડ શ્વાસ લેવા માટે રીતસરનો કરગર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *