85 વર્ષીય દાદીનું 39 વર્ષીય બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું, હાલ ડેટિંગ એપ પર બીજો બોયફ્રેન્ડ શોધી રહ્યા છે

nation

ન્યૂ યોર્કમાં રહેતા 85 વર્ષીય દાદી હાલ ડેટિંગ એપ પર બોયફ્રેન્ડ શોધી રહ્યા છે. હેટી રેટ્રોએજનું હાલમાં તેના 39 વર્ષીય બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું છે અને હાલ તેમને બીજા કોઈ સાથીની શોધ છે.

ડેટિંગ એપ પર પ્રેમી શોધે છે
આટલી ઉંમરે પણ હેટી પોતાને ‘સેક્સી વીમેન’ કહે છે. તેઓ ડેટિંગ એપ બંબલનાં એક્ટિવ યુઝર છે. 48 વર્ષની ઉંમરે હેટી તેના પતિથી અલગ થઈ ગયા અને એ પછીથી તેમણે ડેટિંગ એપ પર પ્રેમી શોધવાનું શરુ કર્યું. એટલું જ નહીં પણ તેઓ ઘણીવાર ન્યૂઝ પેપરમાં જાહેરાત પણ આપતા હોય છે.

નાની ઉંમરના પુરુષો સાથે રહેવાનું પસંદ કરે છે
હેટીને બે સંતાન છે અને 3 પૌત્રો પણ છે. પોતાની માતાનાં કામને લીધે ઘણીવાર તેમનાં સંતાનને ગમતું નથી. પણ હેટી કોઈનું માને એવા નથી. તેઓ પોતાનાથી નાની ઉંમરનાં પુરુષોને ડેટ કરવાનું પસંદ કરે છે.

પર્સનલ લાઈફ વિશે જાહેરમાં બોલતા શરમાતા નથી
બ્રેકઅપ પછી હેટીએ કહ્યું, હાલ હું સિંગલ છું અને ફરીથી ડેટિંગ પર કોઈને શોધી રહી છું. પ્રેમ કરવા માટે ફરીથી તૈયાર છું. હેટી ઘણીવાર તેમની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરતા હોય છે. તેમનાથી નાની ઉંમરના પુરુષને ડેટ કરવામાં હેટીને કોઈ વાંધો નથી.

હેટીએ કહ્યું, ગઈકાલે ઇઝરાયલના એક યુવાનનો ફોન હતો. તેને મારા પર ક્રશ છે. સો ક્યુટ! હેટીએ ટિંડર અને અન્ય ડેટિંગ એપ્સ પર પણ અકાઉન્ટ બનાવ્યું હતું. પણ આ એપે કોઈ કારણોસર હેટીનું અકાઉન્ટ બ્લોક કર્યું છે. આથી તેમણે નવી ડેટિંગ એપ ડાઉનલોડ કરી અને હવે બંબલ પર એક્ટિવ છે. હેટીએ એકવાર ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી હતી કે, 35 વર્ષથી ઓછી ઉંમરનો યુવક જોઈએ છે અને એ પછી તો હેટીને અનેક રિક્વેસ્ટનો ઢગલો થઈ ગયો હતો.

બે સંતાનોની માતા અને ત્રણ પૌત્રોની દાદી હેટી ફોર્મર ડાન્સર છે અને હાલ લાઈફ કોચ તથા રાઈટર છે. રંગીન જિંદગી જીવતા 85 વર્ષીય હેટીને આશા છે કે, તેઓ ફરીથી કોઈ બોયફ્રેન્ડ સાથે રિલેશનમાં આવશે.

Leave a Reply

Your email address will not be published.