677 વર્ષ બાદ શનિ-ગુરૂનો મહાસંયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ-પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ

Uncategorized

28 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર હશે અને ગુરુ શનિનો દુર્લભ સંયોગ થશે. જ્યોતિષના મતે ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગ્રહોની આવી સ્થિતિ 677 વર્ષ પછી બની રહી છે. અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ આ સમયને વધુ શુભ બનાવશે.

ધનતેરસ અને દિવાળીની તૈયારી માટે લોકો જોરશોરથી ખરીદી કરવા જઈ રહ્યા છે. આવા લોકો માટે 28 ઓક્ટોબર, ગુરુવારે ખૂબ જ શુભ સંયોગ બનવાનો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર હશે અને ગુરુ શનિનો દુર્લભ સંયોગ થશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દિવાળી પહેલા કારતક કૃષ્ણ પક્ષના આગામી પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં નવી વસ્તુઓ લાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. શનિદેવ પુષ્ય નક્ષત્રના સ્વામી છે. એવી માન્યતાઓ છે કે શનિના નક્ષત્રમાં પ્રાપ્ત શુભ પરિણામ લાંબા સમય સુધી રહે છે. જ્યોતિષીઓ કહી રહ્યા છે કે પુષ્ય નક્ષત્ર પર મકર રાશિમાં શનિ-ગુરુનો આવો સંયોગ 677 વર્ષ પહેલા 5 નવેમ્બર 1344ના રોજ થયો હતો.

આ વર્ષે ગુરુ શનિની માલિકીની રાશિ મકર રાશિમાં બેસશે બંને ગ્રહો હાલ માર્ગી છે અને આ ગ્રહો પર ચંદ્રની પણ દ્રષ્ટિ હશે, જેના કારણે ગજકેસરી યોગ પણ બનવા જઈ રહ્યો છે. ચંદ્ર ધનનો કારક છે અને ગજકેસરી યોગ ગુરુ સાથે તેના સંયોગથી રચાય છે, આ યોગથી ભાગ્યોદય થાય છે.

આ શુભ અવસર પર રોકાણ કરવું ખૂબ જ ફળદાયી બની શકે છે, જેનો લાભ તમને લાંબા સમય સુધી મળશે. ગુરુ અને શનિ વચ્ચે પણ કોઈ શત્રુતા નથી, તેથી ગુરુવારે પુષ્ય નક્ષત્ર તેની શુભતામાં વધારો કરશે. જો કે, ઘર, મકાન, જમીન અથવા જીવન વીમા જેવી પોલિસીમાં રોકાણ કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લો.

Leave a Reply

Your email address will not be published.