5 રાશિના લોકો માટે ભારે રહેશે ફેબ્રુઆરી, શનિદેવ વધારશે મુસીબત

DHARMIK

વાત જ્યારે શનિદેવની આવે તો તેમના ક્રોધથી તમામ લોકો ડરે છે. શનિને ક્રૂર દેવતા માનવામાં આવે છે. તેમાં પણ જો શનિદેવ અસ્ત થયા હોય તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે. ક્રૂર દેવતા માનવામાં આવેલા શનિદેવ અસ્ત થયા છે અને હવે 24 ફેબ્રુઆરી સુધી આ સ્થિતિમાં રહેશે. શનિનું અસ્ત થવું અનેક રાશિને માટે મુશ્કેલી બની શકે છે. સૌથી વધુ મુશ્કેલી 5 રાશિને ફેબ્રુઆરી મહિનામાં થશે. જ્યાં સુધી શનિનો ઉદય ન થાય ત્યાં સુધી એટલે કે 24 ફેબ્રુઆરી સુધી તેઓએ સતર્ક રહેવાનું રહેશે.

મેષ રાશિ

આ રાશિનો સ્વામી મંગળ છે અને શનિ-મંગળની વચ્ચે શત્રુતા છે. એવામાં અસ્ત શનિ આ રાશિના લોકોને ફક્ત 1 મહિના સુધી પરેશાન કરી શકે છે. કામની જગ્યા હોય તો આ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે અને ચિંતાથી બચવાની જરૂર છે.

કર્ક રાશિ
આ રાશિના લોકોને માટે સમય મુશ્કેલ રહેશે. હેલ્થ અને કરિયરને લઈને સમય મુશ્કેલીભર્યો સાબિત થઈ શકે છે. ખાસ કરીને નોકરી કરનારા લોકોએ સંભાળીને રહેવાની જરૂર છે, નહીં તો મુશ્કેલીઓ તેમને ઘેરી વળશે.

મિથુન રાશિ
આ રાશિના લોકોએ પણ શનિદેવના દુષ્પ્રભાવથી સાવધાન રહેવાની જરૂર છે. શનિનું અસ્ત થવું તેમને માટે અશુભ સાબિત થઈ શકે છે. તેઓએ શનિના અસ્ત થવા સમયે સંભાળીને વ્યવહાર કરવો. વાગવા કે પડવાથી બચવું.

કન્યા રાશિ
આ રાશિના લોકોને તેમના કામ નક્કી સમયમાં પતાવવામાં મુશ્કેલી આવશે. વર્કપ્લેસ પર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મહેનતનું ફળ ન મળવાથી પરેશાન રહેશે. હેલ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે શનિનું અસ્ત થવું માનહાનિનું કારણ બની શકે છે. ખાસ કરીને વર્કપ્લેસ પર ઈમેજને લઈને સતર્ક રહો તે જરૂરી છે. પોતાના કામ પૂરા કરવા માટે તમારે વિશેષ મહેનત કરવી પડે તે શક્ય છે. પરિવારમાં મનભેદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.