આ વિશાળકાય દુનિયામાં ઘણી એવી પરંપરા નીભાવવામાં આવે છે જે અંગે જાણીને દરેક લોકો હેરાન થઇ જાય છે. પરંતુ આજે અમે તમને ભારતની એક એવી જગ્યા અંગે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં મહિલાઓ નિ:વસ્ત્ર રહે છે. આ જગ્યા અંગે અમે તમને બતાવી રહ્યા છીએ જ્યાં એક રિવાજ મુજબ પરણિત મહિલાઓ પાંચ દિવસ સુધી કપડા પહેરતી નથી.
આ સાંભળવામાં તમને અજીબ લાગશે પરંતુ આ સત્ય છે. એક પરંપાર હેઠળ આ પાંચ દિવસમાં મહિલાઓ કપડા વગર રહે છે. આ પરંપરા ગત કેટલાક વર્ષોથી ચાલતી આવી રહી છે જે આજે પણ યથાવત છે. અમે વાત કરી રહ્યા છીએ હિમાચલ પ્રદેશના મણિકર્ણ ઘાટીમાં પીણી ગામમાં રહેનારા લોકો અંગે જ્યાં એક રિવાજ અનુસાર મહિલાઓ કપડા વગર રહે છે. જોકે એવામાં મહિલાઓ પુરૂષોની સામે આવતી નથી. આ પરંપરા શ્રાવણ મહિના નીભાવવામાં આવે છે.
સુત્રો અનુસાર ગામના લોકો એવું કહે છે કે જો આ ગામમાં આજે પણ કોઇ સ્ત્રી આ પરંપરા નીભાવતી નથી તો તેના ઘરમાં અશુભ થાય છે અને માત્ર આજ કારણથી પરંપરા નીભાવવામાં આવે છે. અંહીના લોકો અનુસાર કેટલાક વર્ષો પહેલા અંહી એક રાક્ષસ આવીને સુંદર કપડા પહેરનારી મહિલાઓને ઉઠાવીને લઇ જતો હતો અને બાદમાં તે રાક્ષસનો અંત દેવતાઓએ કર્યો હતો. જેથી ગામના લોકો આ દિવસ હસવાનું પણ બંધ કરી દે છે અને મહિલાઓ પોતાને સાંસારિક દુનિયાથી પોતાને અલગ કરી દે છે. જોકે મહિલાઓ આ 5 દિવસમાં ખૂબ પાતળા કપડા પહેરે છે.