5 ડિસેમ્બર સુધી આ રાશિઓના આવશે અચ્છે દિન, મંગળે કર્યો તુલામાં પ્રવેશ

DHARMIK

મહાન પરાક્રમી ગ્રહ પૃથ્વી પુત્ર મંગળ 22 ઓક્ટોબરે સવારે તુલા રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. આ રાશિમાં મંગળ 5 ડિસેમ્બર સુધી ગોચર કરશે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ કર્ક રાશિમાં નીર સ્થાને અને મકર રાશિમાં ઉચ્ચનો માનવામા આવે છે. તુલા રાશિમાં મંગળના આગમનથી કેવી તમામ રાશિઓ પર અસર થશે જાણીએ વિસ્તારથી.

મેષ રાશિ
ધીરજના ફળ મીઠા મળે, વ્યવસાયિક કાર્ય આગળ વધે, પ્રવાસ અંગે સાનુકૂળતા.

વૃષભ રાશિ
આપના વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાતા લાગે, નાણાંકીય તંગીનો અનુભવ થાય.

મિથુન રાશિ
સાનુકૂળ તક મળે તે ઝડપી લેજો, મિલન-મુલાકાતથી લાભ, આરોગ્ય ટકાવી શકશો.

કર્ક રાશિ
તમારી મૂંઝવણનો ઉકેલ મળે, માનસિક પ્રસન્નતા જણાય, સ્નેહીથી મિલન.

સિંહ રાશિ
લાભની આશા ઠગારી નીવડે, વિઘ્નો-વિલંબ જણાય, ધીરજ ફળે.

કન્યા રાશિ
આપની કામગીરી અંગે સાનુકૂળતા, સ્નેહીથી લાભ, આવકની સમસ્યા જણાય.

તુલા રાશિ
મનદુઃખ દૂર થાય, પ્રવાસ ફળે, સામાજિક કાર્ય અંગે પ્રગતિકારક, ખર્ચનો પ્રસંગ

વૃશ્ચિક રાશિ
અશાંતિના વાદળ વિખેરાતા લાગે, સ્વજનથી ગેરસમજ દૂર થાય, સફળતાની તક મળે તે ઝડપી લેજો.

ધન રાશિ
આપની વ્યવસાયિક યા સામાજિક ચિંતા હશે તો તેનો ઉકેલ મળે, પ્રવાસ સફળતા, મુલાકાતથી લાભ.

મકર રાશિ
માનસિક અજંપો વર્તાય, નાણાંભીડથી બચવા ખર્ચ પર કાબુ જરૃરી બને. મિલન-મુલાકાત અંગે ધાર્યુંન થાય.

કુંભ રાશિ
સામાજિક આર્થિક પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાય, વિરોધીથી સાવધ રહેવું, સંતાનના કામ થાય.

મીન રાશિ
મન ચંગા તો કથરોટ મેં ગંગા કહેવત સાર્થક થતી જણાય. વિવાદથી દૂર રહેજો, વ્યવસાયિક લાભ મેળવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *