પ્રશ્ન : મારી વય 38 વર્ષની છે અને મારા લગ્નને દસ વર્ષ થઇ ગયા છે. મારી બહેનપણીઓના લગ્ન મારા લગ્નના સમયગાળામાં જ થયા છે અને અમે જ્યારે એકબીજાની અંગત વાતોની ચર્ચા કરીએ કરી ત્યારે મને અહેસાસ થયો કે મારું અંગત જીવન તો સાવ બોરિંગ છે.
મારી કેટલીક બહેનપણીઓ તો આ વયે પણ અત્યંત સક્રિય જાતીય જીવન ગાળે છે. મારું જાતીય જીવન તેમની સરખામણીમાં બહુ જ મર્યાદિત છે. હું અને મારા પતિ તો પંદર દિવસમાં એકાદ વાર જ જાતીય જીવન માણી શકીએ છીએ. શું આ યોગ્ય છે?
એક મહિલા (મુંબઇ)
ઉત્તર : એક અગત્યની વાત એ છે કે જો તમારે જાતીય જીવનને નોર્મલ રાખવું હોય તો આ બાબતને અત્યંત અંગત રાખો. ક્યારેય તમારા જાતીય જીવનની બીજા કોઈ સાથે સરખામણી ન કરો
કારણ કે એના કારણે બીજી અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. કોઇ પણ બે કપલના જાતીય જીવનની સરખામણી શક્ય નથી કારણ કે દરેક યુગલની શારીરિક ક્ષમતા તેમજ અંગત સંબંધો અલગ અલગ હોય છે.
આ સરખામણીથી અંગત જીવનમાં તકલીફો વધે છે અને વર્તમાન જિંદગી પર વિપરીત અસર પેદા થાય છે. સુખી જાતીય જીવન માટે શારીરિક સંબંધ કેટલી વાર બાંધો છો એ મહત્ત્તવનું નથી. આમ, કરવાથી સ્ટ્રેસ પેદા થાય છે અને આનંદ નથી અનુભવાતો.
પ્રશ્ન : મારા પતિ બહુ બોરિંગ છે આના કારણે મને મારું જીવન બીબાઢાળ બની ગયું છે. મારા લગ્નજીવનમાંથી રોમાન્સની બાદબાકી થઇ ગઇ છે. હું મારા લગ્નજીવનને કઇ રીતે રોમાન્સના રંગ ભરી શકું છું?
એક મહિલા (સુરત)
ઉત્તર : દરેક છોકરી ઈચ્છતી હોય છે કે તેનો પતિ તેને બહુ પ્રેમ કરે, પણ ઝડપી ગતિશીલ જીવનમાં માણસ એટલો થાક અનુભવે છે કે હવે તે પ્રેમ બતાવવાની સ્થિતિમાં નથી. જો તમારા પતિ પણ કંટાળાજનક છે, તો કેટલીક ખાસ ટિપ્સ અજમાવી તમે તમારા લગ્નજીવનમાં રોમાન્સનો રંગ ભરી શકો છો. ચુંબન કરવાનો મતલબ છે તમારી લાગણીઓને વ્યક્ત કરવી.
તમારા પતિને કોઈ કારણ વગર કિસ કરો. એવું કરવાથી તમને પણ કેટલાક દિવસોમાં જ રિપ્લાય કિસ પણ મળવાની ચાલુ થઈ જશે. પોતાના જીવનને બોરિંગ અથવા તો એક્સાઇટેડ કરવાનું તમારા હાથમાં છે.
તમારા પતિની પસંદની કોઈ ડિશ બનાવીને તેને પોતાના હાથે ખવડાવો. સજીધજીને કેન્ડલ લાઈટ ડિનર પણ તમે તમારા ઘરમાંજ પ્લાન કરી શકો છો. બહાર ડિનર પર રોમાંસ આગળ વધારવો થોડો મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ ઘર પર આ સંભવ છે. આટલું કરવાથી તમારી સમસ્યાનો અંત આવશે.