પ્રશ્ન : મારા પતિ સાથ માણતી વખતે ઘણી વાર આવેશમાં આવી જઈ મારા ગળા અને ઉરપ્રદેશની આસપાસ બચકાં ભરી લે છે, જેથી પછીથી ત્યાં ચકામાં ઉપસી આવે છે. ગળા પરના આવા ડાઘના કારણે ઘણી વાર મારે ઘરમાં વડીલો સામે શરમમાં મુકાવું પડ્યું છે. મારે શું કરવું?
એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ એક સાથીદાર આવેશમાં આવી જઈ આમ કરી બેસે છે. સાથ માણતી વખતે આવેશમાં આવવું કંઈ ખોટું નથી, પણ જો એ કારણે અન્ય સાથીને શરમજનક સ્થિતિમાં મુકાવું પડતું હોય તો ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ.
તમે તમારા પતિને પ્રેમથી સમજાવવા પ્રયાસ કરો. તમને તે કારણે પડતી અગવડ વિશે સમજાવો, તે ચોક્કસ સમજશે અને આના ઉકેલ અંગે શું કરવું તે તમારે બંનેએ ભેગાં મળીને નિર્ણય લેવો જોઈએ.
જો તમારા પતિ આમ છતાં તેનું વર્તન સુધારવા માટે તૈયાર ન હોય તો તમે આ ચકામાં સંતાડવા માટે મેકઅપની મદદ પણ લઇ શકો છો. જોકે આ કોઇ યોગ્ય ઉકેલ નથી. તમારે અને તમારા પતિએ મળીને આ સમસ્યાનો ઉકેલ શોેધવો જોઇએ.
પ્રશ્ન : હું અને મારી પત્ની બંને જોબ કરીએ છીએ. તે ડે-શિફ્ટમાં ઓફિસે હોય છે અને મારે નાઈટ ડ્યુટી હોય છે. આવામાં અમને સાથ માણવાનું તો દૂર, સાથે સમય પણ વિતાવવા નથી મળતો. વડીલો તરફથી થતાં સંતાન માટેના પ્રેશરને કારણે અમે બંને મૂંઝવણમાં છીએ. અમારે શું કરવું જોઈએ?
એક પુરુષ (વડોદરા)
ઉત્તર : આજની કોર્પોરેટ કલ્ચરવાળી લાઈફમાં આવું થવું સ્વાભાવિક છે. આવામાં તમારે કોઈ અન્ય યોગ્ય તક શોધી નોકરી બદલવી જ પડે. યોગ્ય તકની રાહ જુઓ અને શક્ય હોય તો વીક-એન્ડમાં કે રજાના દિવસે વધુમાં વધુ સમય સાથે વિતાવવાનો આગ્રહ રાખો.
બાળક અંગે પ્લાનિંગ કરી રહ્યાં હો તો પહેલાં ભવિષ્ય સિક્યોર કરવું પણ જરૂરી છે. થોડો સમય રાહ જુઓ. બધું બરાબર થઈ જશે. ઘરનાં વડીલોને પણ તમારાં બંનેની કરિયર સેટ થઇ જાય તે પછી સંતાનનું વિચારો છે તે અંગે જણાવી દો.