31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, નહીં તો થશે નુકસાન

GUJARAT

ફાયનાન્શિયલ વર્ષ 2021-22 પૂરું થવામાં થોડા દિવસ બાકી છે. આ પહેલા કેટલાક કામ પૂરા કરી લેવા જરૂરી છે. 31 માર્ચ સુધી આ કામ નહીં કરો તો નવા વર્ષમાં મોટી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. તો જાણો કયા 5 કામ કરવા જરૂરી છે. તેને 31 માર્ચ સુધી કરી લેવા પડશે.

આધાર- પાન લિંક
પાનને આધાર સાથે લિંક કરવાની લાસ્ટ ડેટ 31 માર્ચ 2022 છે. જો પાન કાર્ડધારક તેનાથી ત્યાં સુધી લિંક નથી કરતા તો પાન કાર્ડ અમાન્ય થઈ જશે. બેંક ખાતું ખોલવા, શેર કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા માટે પાન કાર્ડ અનિવાર્ય છે. આ સિવાય વધારે નાણાકીય સંસ્થાન કેવાઈસીને માટે ગ્રાહકોની પાસે પાન માંગે છે. સમય સીમા પહેલા 2 ડોક્યુમેન્ટ્સ લિંક કરવામાં અસફળતા માટે ટેક્સ નિયમ કલમ 272 બીના આધારે 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

ઈનકમ ટેક્સ રિટર્ન
જો તમે હજુ સુધી એસેસમેન્ટ ઈયર 2021-22ના માટે ઈનકમ ટેક્સ રિટર્ન નથી ભર્યું તો 31 માર્ચ 2022 સુધી તેને ભરી લો. આ તારીખ સુધી રિવાઈઝ ITR પણ દાખલ કરી શકાય છે. આ માટે ઈનકમ ટેક્સ રિટર્નમાં કોઈ કરેક્શન છે તો 31 માર્ચ લાસ્ટ ડેટ છે. સાથે જ તમારે તેને માટેની પેનલ્ટી પણ ભરવાની રહેશે.

બેંક એકાઉન્ટનું KYC
બેંકના KYC અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 હતી પણ કોરોનાના કારણે તેને આગળ વધારી દેવામાં આવી હતી. આરબીઆઈએ KYC અપડેટની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 કરી છે. 31 માર્ચ સુધી બેંક ખાતા એટલે કે સેવિંગ એકાઉન્ટનું KYC કરાવી લો તે જરૂરી છે.

ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટ
ફાયનાન્શિયલ ઈયર 2021-22 માટે ઈનકમ ટેક્સમાં છૂટ મેળવવા માટે 31 માર્ચ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે કે ટેક્સ સેવિંગ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. તેનાથી તમે ટેક્સમાં રાહત મેળવી શકો છો. તેમાં પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓ સામેલ છે. સાથે એલઆઈસીના હપ્તા ભરીને પણ ટેક્સ સેવિંગ કરી શકાય છે. આ સાથે અન્ય ઈનકમ ટેક્સ બેનિફિટ માટે 31 માર્ચ છેલ્લી તારીખ છે.

PMAY સબ્સિડીનો લો લાભ
PMAY એક સરકારી યોજના છે જે નાની આવકના વર્ગ કે આર્થિક રીતે નબળા વર્ગને સરળતા આપે છે. લાભાર્થી 6.5 ટકા વર્ષે 20 વરઅષના આધારે લાભ ઉઠાવી શકે છે. LIG અને EWS શ્રેણીને માટે PMAY ક્રેડિટ લિંક્ડ સબ્સિડી યોજનાનો લાભ લેવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *