30 વર્ષ પછી સ્વરાશિમાં પરત ફરશે શનિદેવ, મિથુન-તુલા-મીન સાવધાન

GUJARAT

સૂર્ય પુત્ર શનિદેવના નામ માત્રથી સૌ કોઇને ડર લાગે. શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. તમામ જાતકોને સારા-ખરાબ કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવ જેના પર નારાજ થાય તેના કાર્ય અટકી પડે છે. શનિ દેવ 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવની કુંભ રાશિ સ્વરાશિ છે. શનિના રાશિ પરિવર્તનથી મીન રાશિમાં શનિની સાડાસાતી શરૂ થઇ જશે જ્યારે મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થઇ જશે.

જો શનિદેવ જાતક પર દયાળુ હોય તો તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે, પરંતુ શનિદેવની વક્ર દૃષ્ટી પડે તો અમીરોની સંપત્તિ પણ ખાલી કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિના રાશિ પરિવર્તનનો વ્યક્તિના જીવન સાથે ઊંડો સંબંધ હોય છે. શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ અઢી વર્ષમાં એકવાર રાશિ બદલાય છે. શનિ હાલમાં મકર રાશિમાં છે અને 2022માં તે પોતાની રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરશે.

શનિ દેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે ?

સૂર્ય પુત્ર શનિ 29મી એપ્રિલ 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિ અઢી વર્ષમાં એકવાર રાશિ બદલે છે. તે મુજબ 30 વર્ષ પછી શનિ સ્વરાશિ કુંભમાં પરત ફરશે. શનિ આ રાશિના સ્વામી છે. શનિની રાશિ 30 મહિનામાં એટલે કે અઢી વર્ષમાં એક રાશિમાં ગોચર કરે છે.

શનિની સાડાસાતી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2022માં શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને ધન રાશિના જાતક શનિની સાડાસાતીથી મુક્ત થઇ જશે. જ્યારે મીન રાશિમાં પહેલા ચરણમાં શરૂ થઇ જશે. જ્યારે કુંભ રાશિ માટે શનિની સાડાસાતીનું બીજુ ચરણ શરૂ થઇ જશે. મકર રાશિમાં છેલ્લુ ચરણ પ્રારંભ થઇ જશે.

શનિની ઢૈય્યા
જો શનિની ઢૈય્યાની વાત કરીએ તો વર્ષ 2022માં રાશિ પરિવર્તન બાદ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની ઢૈય્યા શરૂ થઇ જશે. તેથી આ બંને રાશિના લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સિવાય મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈય્યાથી મુક્તિ મળશે.

શનિને પ્રસન્ન કરવાના ઉપાય

જો કોઈ વ્યક્તિ શનિદેવની સાડાસાતી કે ઢૈય્યાના નકારાત્મક પ્રભાવનો શિકાર થઈ રહ્યો હોય તો તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. શનિના ક્રોધથી બચવા માટે શનિવારે શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ ચઢાવો. પીપળાના વૃક્ષની પૂજા કરો. શનિની પ્રતિમા અને પીપળાની સામે દીવો પ્રગટાવો. શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે તેલ, લોખંડ, કાળી મસૂર,ચંપલ, કાળા તલ, કસ્તુરી વગેરેનું દાન કરો.

Leave a Reply

Your email address will not be published.