આજના યુગમાં યુવાનોની સૌથી મોટી મુશ્કેલી રૂપિયાની બચત કઇ રીતે કરવી તે છે. દરેક મહિને કોઇ નવી ટેક્નોલોજી તથા નવો સ્માર્ટફોન તેમજ ઘણી બધી વસ્તુઓ લોન્ચ થતી રહે છે. અને તે ટ્રેન્ડ બની ગયો છે. જેથી લોકો આવી વસ્તુઓ પર પોતાની બધી બચત ખર્ચી નાખે છે. જેથી તેમની પાસે કોઇ રૂપિયા બચતા નથી. જોકે એક યુવાને નાની વયમાં રૂપિયાની બચત કરવાની અનોખી રીત શોધી લીધી છે. તેના કારણે તે માત્ર 24 વર્ષની ઉંમરમાં જ રિટાયર થઇ ગયો છે.
એક અહેવાલ પ્રમાણે કેનેડાના ઓન્ટોરિયોમાં રહેનાર માઇક રોજહાર્ટે 24 વર્ષની નાની વયે રૂપિયાની બચત કરવાની અનોખી ટેક્નિકથી નિવૃત્તિનો પ્લાન બનાવી લિધો છે. માઇક જ્યારે નાના હતા ત્યારે તેમના પરિવારમાં ખૂબ આર્થિક તંગી હતી. માઇકે જણાવ્યું છે કે તેમના ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેમનું કુટુંબ ગરીબી રેખા પર પહોંચી ગયું હતુ. જોકે તેઓ અભ્યાસમાં હોશિયાર હતા. અને તેના કારણે જ તેઓ પોતાનો સંપૂર્ણ અભ્યાસ સ્કોલરશિપ મળતા પૂર્ણ કરી શક્યા હતા.
ક્યાંય આવવા જવા માટે માઇક કાર કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા નહીં પરંતુ તેઓ સાયકલ પર જ જતાં. 19 વર્ષની ઉંમરે માઇકે નાનું ઘર ખરીદવાનાં 152,00 ડૉલર એટલે કે 1 કરોડ રૂપિયા ભેગા કરી લીધા હતાં.
માઇક જ્યારે કોલેજમાં આવ્યાં ત્યારે તે ફૂલ ટાઇમ નોકરી કરીને ફૂલ ટાઇમ અભ્યાસ પણ કરતા હતાં. તે સમયે તેઓ 262 ડૉલર એટલે 18,500 રૂપિયાનાં ભાડાનાં ઘરમાં રહેતા હતાં. જે બાદ તેઓ પોતાની પત્ની અલાઇસની સાથે એક અન્ય ઘરમાં શિફ્ટ થયા. જેનું ભાડુ 445 ડૉલર એટલે તે 32,000 રૂપિયા હતા.
બંન્નેએ નક્કી કર્યું કે, તેઓ પત્નીની આવકમાંથી જ ઘરનાં અને તેમના બધા ખર્ચા કરશે. તેમણે થોડા જ મહિનામાં પ્રોપર્ટી ખરીદવાનું શરૂ કર્યું. જે બાદ તેમણે પોતાની મિલકતને ભાડે આપવાનું શરૂ કર્યું. તેનાથી આવતા રૂપિયાનો રોકાણ કરવાનું શરૂ કર્યું. આ રીતે તેમણે માત્ર 6 વર્ષ બાદ પોતાની તમામ સેવિંગ્સ અને ખરીદેલી તમામ મિલકતોને વેચી દીધી. જે બાદ માઇક 24 અને અલાઇસ 25 વર્ષની ઉંમરે નિવૃત્ત થઇ ગયા. બંન્નેએ ત્યાર સુધીમાં 760,000 ડૉલર એટલે આશરે 5.38 કરોડ રૂપિયા બચાવી લીધા હતાં.
માઇકે વધુમાં જણાવ્યું કે અલાઇસને બાળક જોઇતુ હતુ અને તેથી મેં કહ્યું હતું કે અમે ખૂબ જ પૈસા બચાવીશું જેથી અમે ઝડપથી રિટાયર થઇ શકીએ. અને બાળકોને સમય આપી શકીએ. હવે માઇક પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને લોકોને રૂપિયાની બચત કેવી રીતે કરવી તેની ટીપ્સ આપે છે.