21 વર્ષની ઉંમરે લગ્ન કરનાર અભિનેત્રી વિશે જાણો અજાણી વાતો

nation

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, કે જેની સુંદરતા લોકોને દિવાના બનાવે છે, પરંતુ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતી બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની વાત જ કંઈક જુદી છે. સોશિયલ મીડિયા પર તેના સિમ્પલ અને બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર છવાયેલી રહેતી અદિતિનો આજે 35મો જન્મદિવસ છે. સાઉથની ફિલ્મોમાં પોતાની અદાનો જાદુ વિખેર્યા બાદ તેણે બોલિવૂડમાં એન્ટ્રી લીધી.

રાજવી પરિવાર સાથે છે સંબંધ

ઘણા ઓછા લોકો જાણે છે કે અદિતિ રાવ હૈદરી રાજા-મહારાજાના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદના રાજવી પરિવારમાં થયો હતો. અદિતિના પરદાદા અકબર હૈદરી 1869 થી 1941 સુધી હૈદરાબાદના પ્રધાનમંત્રી હતા. આ સિવાય અદિતિ આસામના પૂર્વ ગવર્નર રહી ચૂકેલા મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી છે. અદિતિના નાના રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણાના વનાપર્થી પર શાસન કરતા હતા.

લગ્નના બે વર્ષ બાદ અદિતિના માતા અને પિતા બંને અલગ થઈ ગયા હતા. અદિતિ તેની માતા સાથે દિલ્હીમાં રહેતી હતી. અદિતિની માતા ઠુમરી ગાયિકા હતી. છૂટાછેડા પછી અદિતિના પિતા તેની કસ્ટડી ઇચ્છતા હતા પરંતુ અદિતિએ ક્યારેય તેની માતાને ન છોડ્યા. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

તાલીમ લીધેલ ભરતનાટ્યમ ડાન્સર

અદિતિ અભિનેત્રી હોવાની સાથે સાથે ભરતનાટ્યમની તાલીમ પણ લીધી છે અને તે એક અદભૂત ડાન્સર છે. તેણે છ વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું. અદિતિ જાણીતી ડાન્સર લીલા સેમસનની શિષ્ય રહી ચૂકી છે.

નાની ઉંમરમાં થયો પ્રેમ

અદિતિને નાની ઉંમરમાં પ્રેમ થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 17 વર્ષની ઉંમરે તેણે એક્ટર સત્યદીપ મિશ્રાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. માત્ર 21 વર્ષની ઉંમરે, તેણે વર્ષ 2007માં અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા. અદિતિએ થોડા સમય સુધી પોતાના લગ્નને લોકોથી છુપાવીને રાખ્યા, જોકે 2013માં એક ઈન્ટરવ્યુ દરમિયાન અદિતિએ લગ્નની વાત કબૂલી હતી.

લગ્ન પછી શરૂઆત કરી ફિલ્મી કરિયરની

અદિતિએ ફિલ્મી કરિયરની શરૂઆત કરતા પહેલા જ વર્ષ 2007માં સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2013માં બંને અલગ થઈ ગયા હતા. અદિતિ અને સત્યદીપ હજુ પણ સારા મિત્રો છે. અદિતિએ વર્ષ 2009માં ફિલ્મ ‘દિલ્હી 6’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જોકે 2006માં તેણે મલયાલમ ફિલ્મમાં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.