2 દિવસમાં પલટાઈ જશે 5 રાશિની કિસ્મત, માલામાલ કરશે સૂર્ય

GUJARAT

જ્યોતિષમાં સૂર્યનું રાશિ પરિવર્તન હોવું એક મોટું પરિવર્તન માનવામાં આવે છે. સૂર્ય સફળતા, સમ્માન, કોન્ફિડન્સનો કારક ગ્રહ છે. સૂર્ય શુભ હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ઝડપથી પ્રગતિ કરે છે. આવનારી 15 માર્ચ 2022ના રોજ સૂર્ય રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મીન સૂર્યની મિત્ર રાશિ છે જેના કારણે સૂર્યનો આ ગોચર 5 રાશિના લોકોને ફાયદો આપશે. તેમને સમ્માન અને સફળતા મળશે. એક મહિના સુધી સૂર્ય આ જ રાશિમાં રહેશે.

વૃષભ રાશિ
સૂર્યનો ગોચર વૃષભ રાશિના લોકોને માટે શુભ રહેશે. સૂર્ય વૃષભ રાશિની આવકના ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સ્થિતિ આ રાશિના લોકોની આવક વધારશે. ધન લાભ આપશે અને નવા સોર્સથી રૂપિયાનો લાભ મળશે. રોકાણ માટે આ સમય સારો રહેશે. ખાસ કરીને સંપત્તિમાં રોકાણ લાભ અપાવી શકે છે.

મિથુન રાશિ
સૂર્યનો ગોચર મિથુન રાશિના કરિયરના ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સ્થિતિ આ રાશિના જાતકોને નોકરી અપાવી શકે છે. પ્રમોશન- ઈન્ક્રીમેન્ટ થવાના યોગ છે. વેપારીઓને ફાયદો થઈ શકે છે. રાજનીતિમાં સક્રિય લોકોને માટે આ સમય સારો રહી શકે છે.

કર્ક
કર્ક રાશિના ભાગ્ય ભાવમાં ગોચર કરવા જઈ રહેલો સૂર્ય જાતકોને મોટો લાભ આપશે. નોકરી વેપાર બંનેમાં લાભ થઈ શકે છે. આ સમય પદ અને રૂપિયા બંનેની સાથે પ્રતિષ્ઠાને પણ લાભ અપાવશે.

વૃશ્વિક
આ રાશિના જાતકો માટે આ સમય ચારેતરફથી લાભ અપાવી શકે છે. કરિયર-કારોબારમાં લાભ થઈ શકે છે. ફેમિલી લાઈફ પણ સારી રહેશે. યાત્રા પર જઈ શકાય છે.

ધન
ધન રાશિના ભાગ્ય અને ધર્મ ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. આ ગોચર તેમને ધનલાભ કરાવશે. દરેક કામમાં નસીબનો સાથ મળશે. નવું ઘર કે ગાડી ખરીદી શકાય છે. નોકરી કરનારાને અને વેપારીઓને લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *