12 વર્ષ બાદ કુંભ રાશિમાં આવ્યો ગુરૂ, હવે બદલાશે આ 5 રાશિઓનું નસીબ

GUJARAT

દેવ ગુરુ બૃહસ્પતિએ ગઇકાલે ​​કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. ગુરુનું આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે શુભ સમય લઈને આવી રહ્યું છે, તેથી કેટલીક રાશિના લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. મેષ, મિથુન, ધનુ, મકર અને કુંભ રાશિના લોકો માટે લાભના સંકેતો છે. ગુરુ એટલે કે બૃહસ્પતિ ગ્રહ આપણા અનુભવો, જ્ઞાન અને આપણી સમજને વિસ્તૃત કરે છે. ગુરુ આશાવાદ, વિકાસ, ઉદારતા અને વિપુલતાનું પ્રતિનિધિત્વ કરે છે. બૃહસ્પતિ ગ્રહને ‘ગુરુ’ ગ્રહનો દરજ્જો મળ્યો છે.

નીચ રાશિમાંથી પહોંચ્યા કુંભમાં

ગુરુને ધન અને મીન રાશિનો સ્વામી માનવામાં આવે છે. કર્ક આ ગ્રહની ઉચ્ચ રાશિ છે, જ્યારે મકર નીચ રાશિ છે. જ્યોતિષની દુનિયામાં, ગુરુને જ્ઞાન, શિક્ષક, શિક્ષા, મોટા ભાઈ, બાળકો, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, દાન, પુણ્ય, ધન અને વૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે. ગુરુ ગ્રહે 20 નવેમ્બર 2021ના રોજ સવારે 11:23 વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. ચાલો જાણીએ કે આ ગોચરની તમામ 12 રાશિઓ પર કેવી અસર પડશે.

મેષ: મેષ ચંદ્ર રાશિ માટે ગુરુ નવમા અને બારમા ઘરનો સ્વામી છે. તે આવક, લાભ અને ઇચ્છાના અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યું છે. આ ગોચર કાળના સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોએ તેમની આળસ છોડી દેવી જોઈએ અને સક્રિય બનવાનું શરૂ કરવું જોઈએ. વ્યક્તિગત રીતે તમે આ ગોચર દરમિયાન લગ્ન કરવાનું, ઘર ખરીદવાનું અથવા ઘરમાં કોઈ નાના મહેમાનના આવાવનું સુખ મેળવી શકો છો.

વૃષભ: વૃષભ ચંદ્ર રાશિ માટે ગુરુ આઠમા અને અગિયારમા ઘરનો સ્વામી છે. તે કારકિર્દી, નામ અને ખ્યાતિના દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ ના કરો કારણ કે કાર્યમાં કેટલીક અડચણો આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ગોચર દરમિયાન જાતકોને નાની-મોટી સ્વાસ્થ્ય સંબંધિત નાની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. નાણાંકીય રીતે સલાહ આપવામાં આવે છે કે આ ગોચર દરમિયાન કોઈને પણ પૈસા ઉધાર ના આપો.

મિથુન: મિથુન રાશિ માટે ગુરુ સાતમા અને દસમા ઘરનો સ્વામી છે, જે નસીબ અને આધ્યાત્મિકતાના નવમા ઘરમાં ગોચર કરી રહ્યો છે. જે લોકો સફળ થવા માટે સાચો માર્ગ શોધી રહ્યા છે તેઓ આખરે તેઓને જે જોઈએ છે તે મળશે. ગોચર કાળ દરમ્યાન મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને તે લક્ષ્યો સુધી પહોંચવા માટે ખૂબ જ અનુકૂળ છે.

કર્કઃ કર્ક રાશિ માટે ગુરુ છઠ્ઠા અને નવમા ઘરનો સ્વામી છે અને આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે અચાનક નુકસાન કે લાભ કરી શકે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સ્વાસ્થ્ય સંબંધિત નાના રોગો તમને પરેશાન કરી શકે છે. વર્ષની શરૂઆત મૂંઝવણભરી અને જોખમી રહેશે. આથી તમારે બિનજરૂરી ભૂલો કરવાનું ટાળવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં તેને સુધારવી મુશ્કેલ છે.

સિંહ: સિંહ રાશિ માટે ગુરુ પાંચમા અને આઠમા ઘરનો સ્વામી છે. તે લગ્ન અને ભાગીદારીના સાતમા ઘરમાં ગોચર કરી રહ્યો છે. સિંહ રાશિના લોકો માટે આ સમય સૌથી અનુકૂળ રહેવાનો છે કારણ કે આ વર્ષે પ્રેમ લગ્નમાં બદલાઈ શકે છે. નોકરી બદલવાની કે ટ્રાન્સફર વિશે ના વિચારવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા: કન્યા રાશિ માટે ગુરુ ચોથા અને સાતમા ઘરનો સ્વામી છે અને દેવું, શત્રુઓ અને રોજીરોટીના છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જો તમે નવી નોકરી શરૂ કરવાનું વિચારી રહ્યા છો, શહેર કેવી રીતે બદલવું અને ભવિષ્યમાં તમારી નોકરી છોડવા માંગો છો તો તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ બીમારીને ઓછી આંકશો નહીં, જો સમયસર સારવાર નહીં કરવામાં આવે તો સ્થિતિ બગડી શકે છે. નાણાંકીય રીતે આ તમારા માટે પડકારજનક સમય હોઈ શકે છે કારણ કે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે.

તુલા: તુલા રાશિ માટે ગુરૂ ત્રીજા અને છઠ્ઠા ઘરનો સ્વામી છે, જે પ્રેમ, રોમાંસ અને સંતાનના પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમયગાળો તમારા બાળકો માટે યોગ્ય છે. બીજી તરફ પરિણીત લોકોને પણ આ સમયે સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય તમારા માટે સાનુકૂળ રહેશે, છતાં તમારા ખાવા-પીવા પર નિયંત્રણ રાખવાની સલાહ છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિ માટે ગુરુ બીજા અને પાંચમા ઘરનો સ્વામી અને માતાના ચોથા ઘરનો સ્વામી છે જે આરામ અને વૈભવમાં ગોચર કરી રહ્યો છે. કુંભ રાશિમાં ગુરૂનું ગોચર થવાથી તમારે તમારી નાણાકીય બાબતો પર નિયંત્રણ રાખવું પડશે કારણ કે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચાઓ વધી શકે છે. તમે આ સમયગાળા દરમિયાન તમારા ઘરના રિનોવેશન અને બાંધકામ અંગે પણ વિચારી શકો છો.

ધન : ધન રાશિ માટે ગુરુ પ્રથમ અને ચોથા ઘરનો સ્વામી છે, જે સાહસ, ભાઈ-બહેન અને મુસાફરીના ત્રીજા ઘરથી ગોચર કરી રહ્યો છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા નવા શહેરમાં જવા માંગો છો અથવા ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગો છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. નાણાંકીય રીતે તમારા માટે આવકનો નવો માર્ગ ખોલવાના સંકેતો છે સાથે જ તમે આ સમયગાળા દરમિયાન તમારા ભાઈ-બહેનોને સંપૂર્ણ સહયોગ કરશો.

મકર: ગુરુ મકર રાશિ માટે ત્રીજા અને બારમા ઘરનો સ્વામી છે, જે સ્વંય અને વ્યક્તિત્વના બીજા ઘરમાં ગોચર કરી રહ્યો છે. નાણાકીય રીતે વિસ્તરણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે તેથી સમજદારીપૂર્વક રોકાણ કરો. તમારી લાગણીઓને વ્યક્ત કરવામાં થોડી ભાવનાત્મક ઉથલપાથલ અને મુશ્કેલી આવી શકે છે પરંતુ સમય જતાં તમે આ સમસ્યાને દૂર કરી શકશો.

કુંભ: કુંભ રાશિ માટે ગુરુ બીજા અને અગિયારમા ઘરનો સ્વામી છે અને તે પ્રથમ ઘર અને વ્યક્તિત્વમાં જ ગોચર કરી રહ્યો છે. આ ગોચરમાં જો તમે કોઈની સાથે કામ કરી રહ્યા છો અથવા તમે વર્ષની શરૂઆતમાં ખાસ કરીને માર્ચ સુધી તે વ્યક્તિ સાથે સહયોગ કરી રહ્યાં છો, તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. વ્યક્તિગત રીતે નવી પ્રવૃત્તિ શરૂ થશે. માર્ચ પછી સારા સમાચાર મળી શકે છે. નોકરી બદલવા, શહેરો બદલવા અને નવા વ્યવસાયમાં નાણાંનું રોકાણ કરવા માટે આ ઉત્તમ સમય છે.

મીન: મીન રાશિ માટે, ગુરુ દસમા ઘર અને પ્રથમ ઘરનો સ્વામી છે અને નુકસાન, વિદેશી લાભ અને મોક્ષના બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. વ્યવસાયિક રીતે તમારે કેટલાક આરોપો અને દુશ્મનોનો સામનો કરવો પડી શકે છે, જે તમને આ સમયગાળા દરમિયાન પરેશાન કરી શકે છે તેથી તમારા માટે લૉ-પ્રોફાઇલ રહેવું શ્રેષ્ઠ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *