11 વર્ષથી બેરોજગાર છે લગાન ફિલ્મની અભિનેત્રી, દવા ખરીદવા માટે પણ નથી પૈસા

BOLLYWOOD

પ્રખ્યાત ફિલ્મ લગાનમાં કેસરિયાનું પાત્ર ભજવનાર પરવીના બાનુની આ દિવસોમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ખૂબ મુશ્કેલીમાં છે. તે ખાવા માટે પણ ફાફા મારે છે. એટલું જ નહીં તેમની પાસે દવાઓ ખરીદવા માટે પણ પૈસા નથી. તાજેતરમાં જ પરવીનાએ તેની ખરાબ હાલત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

પરવીના બાનોએ કહ્યું કે હું મારી પુત્રી અને નાની બહેનો સાથે રહું છું. પતિથી અલગ થયા પછી, હું ઘરે એકમાત્ર કમાનારી હતી. હું નાના રોલ કરીને પૈસા કમાતી હતી. મારો ભાઈ મદદ કરતો હતો પણ તેને કેન્સર થયું. મેં મારી કારકિર્દીની શરૂઆત લગાન ફિલ્મથી કરી હતી. આમાં આમિર ખાનનો જે ભાઈ બન્યો હતો ગોલી તેની ઓપોઝિટ હતી. મારા પાત્રનું નામ કેસરિયા હતું.

42 વર્ષીય પરવીનાએ કહ્યું- મને 2011 માં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેઈન સ્ટ્રોક પછી મને પેરાલિસિસનો સ્ટ્રોક પણ આવ્યો હતો. હું છેલ્લા સાત-આઠ વર્ષથી આ જ સમસ્યાનો સામનો કરી રહી છું. ત્યારથી મારી તબિયત વધુ ખરાબ થતી ગઈ. મારી સારવાર માટે એટલા પૈસા ખર્ચવામાં આવ્યા કે તેનો કોઇ હિસાબ નથી. ત્યારથી હું કામ વગર ઘરે છું. મારી બહેન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતી હતી. તે ગમે તે રીતે પરિવારનું ગુજરાન ચલાવી રહી હતી પરંતુ લોકડાઉને તેની નોકરી પણ છીનવી લીધી. હવે અમારી પાસે કમાણીનું કોઈ સાધન બાકી નથી.

અભિનેત્રીએ આગળ કહ્યું- મેં મદદ માટે ઘણા લોકો સાથે વાત કરી, પરંતુ કોઈ ચોક્કસ મદદ મળી નહીં. સિન્ટાના લોકોએ રાશન વગેરે મોકલ્યા. રાજકમલજીએ પણ બે વાર રાશન મોકલ્યું. આજે પણ મારી સારવાર ચાલી રહી છે. મારી દવાઓ માટે દર અઠવાડિયે 1800 રૂપિયા થાય છે. આ સિવાય ઘરનું ભાડું, રાશન, વીજળીનું બિલ અલગ છે. મેં આ વાત અગાઉ ડરથી કહી ન હતી કે તે ઇન્ડસ્ટ્રીમાં ફેલાઈ શકે છે કે હું બીમાર છું અને હું ભવિષ્યમાં કામ મળવાનું બંધ થઇ શકે છે. મારી એક જ વિનંતી છે કે મને મદદ મળે જેથી મારી સારવાર થઇ શકે.

Leave a Reply

Your email address will not be published.