યુવતીએ પ્રેમીને મેસજ કરી મળવા બોલાવ્યો, યુવક પ્રેમિકાને બાઇક પર બેસાડીને લઈ ગયો ને…..

GUJARAT

સુખસરના સાગડાપાડા ગામે 22 વર્ષીય યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ જતાં ચકચાર મચી ઘઈ છે. પ્રેમીને મળવા બોલાવ્યા બાદ યુવતીના પિતા અને ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવતીએ પ્રેમીને મેસજ કરી મળવા બોલાવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

સાગડાપાડા ગામે પુલ પાસે યુવતીના પિતા અને ભાઈએ યુવકને માર માર્યો હતો. માથા અને શરીરના ભાગે ઇજા થતાં દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. લાકડીઓના માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ આવી હતી. યુવતીના પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો છે. પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

મારગાળાનો સંજયભાઇ રમસુભાઇ કીકલાભાઇ બારીયા સાગડાપાળાની પ્રેમપ્રકરણમાં હત્યા કરવામાં આવી છે. યુવતીએ મળવા બોલાવતાં ઘરે ફ્રેન્ડના ઘરે જઉં છુ કહી મોટર સાયકલ લઇને ઘરેથી સાગડાપાળા ગયો હતો. સાગડાપાળા જઇ સંજય તેના ફોઇના છોકરા સાથે યુવતીના ઘર પાસે ગયા હતા.

થોડીવારમાં યુવતી આવતાં તેણે ત્રણેય બાઇક લઈને ત્યાંથી દૂર ગયા હતા. અહીં પ્રેમી-પ્રેમિકા વાતચીત કરી તેને ઘરે મુકવા જતા હતા. તેઓ સાગડાપાડા ગામે પુલ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં અગાઉથી જ યુવતીના પિતા અને તેના ભાઈ લાકડી લઈને ઉભા હતા. યુવતીના પિતાએ દીકરીના પ્રેમીને માથામાં લાકડી મારતાં ત્રણેય બાઇક પરથી પડી ગયા હતા. આ પછી પિતા-પુત્રે દીકરીના પ્રેમીને ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતાં પિતા-પુત્રે તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બીજી તરફ સંજયના ફોઇના દીકરાએ પરિવારના સભ્યોને જાણ કરતાં તમામ ત્યાં પહોંચી ગયા હતા. બીજી તરફ મોડી રાત્રે સંજયનું સારવાર દરમિયાન મોત નીપજતાં ફતેપુરા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.